નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ રેડમી નૉટ 8નુ સૌથી સસ્તુ મૉડલ-વેરિએન્ટ માર્કેટમાં ઉતારી દીધુ છે. આ નવા મૉડલમાં 3GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે આવશે. આ પહેલા શ્યાઓમીએ Redmi Note 8ના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા હતા, જેનું એક મૉડલ 4GB RAM અને 64GB સ્પેસ વાળુ હતુ અને બીજુ મૉડલ 6GB RAM અને 128GB સ્ટૉરેજ વાળુ હતુ. જોકે આ નવુ મૉડલ બાકી બન્ને મૉડલો કરતા ઓછી RAM અને સ્ટૉરેજ વાળુ છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડમી નૉટ 8નુ આ 3GB RAM મૉડલ હાલ માત્ર ઓનલાઇન જ મળશે. આ ફોનની કિંમત બાકીના બન્ને મૉડલો કરતા સસ્તી છે, આની કિંમત 9,799 છે. બાકીના બન્ને મૉડલોની કિંમત ક્રમશઃ 9,999 અને 12,999 રૂપિયા છે.



રેડમી નૉટ 8નુ આ વેરિએન્ટ માત્ર સ્ટૉરેજ અને રેમના મામલે જ અલગ છે. આ ફોનની સ્ક્રીન 6.39 ઇંચ છે, જેમાં HD ડિસ્પ્લે અને ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન છે.

આ ફોનમાં 2.0GHz octa-core Snapdragon 665 processor પ્રૉસેસર, Android 9 Pie ઓપરેટિંગ સિસ્ટમ છે.

કેમેરાની વાત કરીએ તો આમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. 48 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને બે મેક્રો લેન્સ છે. સાથે 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આમાં 13 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. આની બેટરી 4,000mAhની છે.