નવી દિલ્હીઃ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક દમદાર ફોનની એન્ટ્રી થઇ ચૂકી છે. ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ પોતાના નવા ફોન Redmi Note 8 Proના નવા કલર વર્ઝનને લૉન્ચ કરી દીધુ છે.

ભારતીય માર્કેટમાં Redmi Note 8 Pro ખુબ પૉપ્યુલર થઇ રહ્યો છે, ત્યારે કંપનીએ આ ફોનના ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટને મેદાનમાં ઉતાર્યુ છે.



Redmi Note 8 Pro ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટ
ડીપ સી બ્લૂ કલર વેરિએન્ટને 6જીબી રેમ+64જીબી સ્ટૉરેજ મૉડલ અને 6જીબી રેમ+128જીબી સ્ટૉરેજ મૉડલ સાથે એવેલેબલ કરાવાયુ છે. જોકે, આના ફિચર્સ પહેલા જેવા જ છે. નવા વેરિએન્ટમાં માત્ર કલરમાં જ ચેન્જ કરવામાં આવ્યો છે.



Redmi Note 8 Pro કિંમત....
6 GB RAM + 64 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 6 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે 8 GB RAM + 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે. બેટરીને વાત કરીએ તો આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.



Redmi Note 8 Pro ફિચર્સ....
Redmi Note 8 Proના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા સહિત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ સેન્સર અને 2-2 મેગાપિક્સલના બે સેન્સર આપ્યા છે. જ્યારે સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.