નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની આજે પોતાના બે દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે, કંપની Redmi Note 9 અને Mi Note 10 Lite સ્માર્ટફોનને લૉન્ચ કરી શકે છે. બન્ને ફોનની લીક પહેલા જ વાયરલ થઇ રહી છે, પણ આજે કંપની એક ગ્લૉબલ ઇવેન્ટ હૉસ્ટ કરવા જઇ રહી છે.


કંપની Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Maxને ભારતમાં લૉન્ચ કરી ચૂકી છે. પણ એવુ લાગી રહ્યું છે કે કંપનીએ આજની ઇવેન્ટમાં આ બન્ને સ્માર્ટફોન્સને અન્ય બજારોમાં પણ રિલીજ કરશે. આ જ રીતે Mi Note 10નું પણ આજે ગ્લૉબલ લૉન્ચિંગ કરવામાં આવશે.

કોરોના મહામારીના કારણે શ્યાઓમી આજે પોતાની ગ્લૉબલ ઓનલાઇન ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે. આ ઇવેન્ટની શરૂઆત 8pm UTC (5.30pm IST)થી થશે, અને આનુ લાઇવ સ્ટ્રીમિંગ YouTube અને કંપનીના સોશ્યલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવશે.



આ ઇવેન્ટની ટેગલાઇન 'ધ લીજેન્ડ્સ કન્ટન્યૂઝ. રેડમી નૉટ 9 સીરીઝ ઇસ કમિંગ' રાખવામાં આવી છે. આનાથી આ અંદાજો લગાવી શકાય છે કે Redmi Note 9 આજે લૉન્ચ થઇ શકે છે.

જોકે, હજુ સુધી સત્તાવાર માહિતી નથી કે કંપની Redmi Note 9 સીરીઝમાં નિશ્ચિત રીતે કયો સ્માર્ટફોન લૉન્ચ કરશે.