સેમસંગથી લઇને વનપ્લસ સુધીના આ પાંચ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2020 12:06 PM (IST)
કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે. જો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં પાંચ બેસ્ટ સ્માર્ટફોન છે, જે તમે ઓછી કિંમતે ખરીદી શકો છો. OnePlus 7T Pro OnePlus 7T Proના 8 GB રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટ્યા બાદ આ ફોનને તમે 43,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પહેલા આની કિંમત 47,999 રૂપિયા હતી. Samsung Galaxy A51 સેમસંગના આ ફોનની કિંમત કંપનીએ 5,500 રૂપિયા ઘટાડી છે. હવે આ ફોન 8 GB રેમ+128 GB સ્ટૉરેજની કિંમત 29,999 રૂપિયાને બદલે 24, 499 રૂપિયા થઇ ગઇ છે. Realme 6i આ ફોનના 4 GB રેમ+64 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયાથી ઘટાડીને 12,999 રૂપિયા થઇ ગઇ છે. આની સાથે 6 GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયાથી ઘટીને 13,999 રૂપિયા થઇ ગઇ છે. Realme 6 આ ફોન પહેલા 17,999 રૂપિયામાં મળતો હતો, હવે આ 14,999 રૂપિયામાં મળશે, ફોનમાં 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજની સાથે મીડિયાટેક હીલિયો પ્રૉસેસર છે. Vivo S1 Pro વીવોના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 20,990 રૂપિયાથી ઘટીને 18,990 રૂપિયા કરી દેવામાં આવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ