રિલાયન્સ જિયોના ઘણા પ્લાન ખૂબ જ શાનદાર છે. યૂઝર્સને ઘણા ફાયદા મળી રહ્યા છે. આજે એવા પ્લાન વિશે વાત કરવાના છીએ જેમાં તમને ઘણી OTT એપ્સના ફાયદા મળશે. આ પ્લાનથી તમને એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર, નેટફ્લિક્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. એટલું જ નહીં, આ પ્લાન સાથે તમને એક મહિના સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. આવો જાણીએરિલાયન્સ જિયોના ખાસ પ્લાન વિશે.


જિયોનો 399 રૂપિયાનો પ્લાન


રિલાયન્સ જિયોનો 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ ઉપરાંત યૂઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ કોલની સુવિધા પણ આપવામાં આવી છે. આ પોસ્ટપેડ પ્લસ પ્લાન સાથે તમને એસએમએસ બેનિફિટ્સ પણ આપવામાં આવે છે.


રિલાયન્સ જિયોનો આ પોસ્ટપેડ પ્લસ પ્લાન 75GB હાઇસ્પીડ ડેટા સાથે આવે છે. જે બાદ 10 રૂપિયા પ્રતિ જીબી ચાર્જ થશે. તેમાં 200GB ડેટા રોલઓવર છે. આ પ્લાન સાથે કંપની ઇન્ટરનેટ રોમિંગનો પણ ઓપ્શન આપે છે. આ સાથે જ તમને ઘણી જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. જિયોના આ પ્લાનથી તમને મળનારા ઓટીટી બેનિફિટ્સની વાત કરીએ તો તમને એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર અને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન મળશે. આવી સ્થિતિમાં, જો તમે તમારા માટે ઓટીટી પ્લાન જોઈ રહ્યા છો, તો તે શ્રેષ્ઠ યોજના સાબિત થઈ શકે છે.


જિયોનો 499 રુપિયાનો પ્લાન


રિલાયન્સ જિયોના 499 રુપિયાના આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિટિડી મળશે. આ સિવાય દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા મળશે. આ સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળશે.  Disney+ Hotstar Mobile સબસ્ક્રિપ્શન. 


જિયોનો 599 રુપિયાનો પ્લાન


રિલાયન્સ જિયો રૂ. 599ના રિચાર્જ પર 100 GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. આ સાથે, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મફત આપવામાં આવે છે.