મુંબઇઃ મુકેશ અંબાણીની રિયાલન્ય જિઓ હવે સ્માર્ટફોન માર્કેટમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, જિયો બહુ જલ્દી 10 કરોડથી વધુ સ્માર્ટફોન લઇને આવી રહી છે. ખાસ વાત છે કે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સાથે સાથે ડેટા પેક્સ પણ આપવામાં આવશે. સુત્રોનુ માનીએ તો જિઓ ગૂગલના પ્લેટફોર્મ પર કામ કરનારા 10 કરોડથી વધુ સસ્તા સ્માર્ટફોન બહાર બનાવવા માંગે છે.

ડિસેમ્બરે થઇ શકે છે લૉન્ચ
સુત્રો અનુસાર, આ લૉ બજેટ સ્માર્ટફોનની સાથે ડેટા પેક્સ પણ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે આ ફોન આ વર્ષે ડિસેમ્બરમાં લૉન્ચ થઇ કરવામાં આવી શકે છે, કે પછી આગામી વર્ષની શરૂઆતમાં આને માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. રિલાયન્સે જુલાઇમાં જણાવ્યુ હતુ કે ગૂગલ તેની ડિજીટલ યૂનિટ લગભગ 33,102 કરોડ રૂપિયાનુ ઇન્વેસ્ટમેન્ટ કરશે. મુકેશ અંબાણીએ જણાવ્યુ હતુ કે ગૂગલ એક એવી એન્ડ્રોઇડ સિસ્ટમ બનાવશે જે રિલાયન્સની ડિઝાઇન કરેલા સસ્તાં 4જી અને 5જી સ્માર્ફોન પર કામ કરશે.

ખાસ વાત છે કે જો જિઓ આ સસ્તો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરશે તો ચીની કંપનીઓને જબરદસ્ત ટક્કર મળશે. શ્યાઓમી, રિયલમી, ઓપ્પો અને વીવો જેવી કંપનીઓને જિઓ ટક્કર આપી શકે છે.