જિયોમીટર વીડિયો કોલિંગ અન્ય વીડિયો કોલિંગ એપની જેમ જ કામ કરશે અને તે એન્ડ્રોઈડ, આઈઓએસ, વિંડોઝ અને મેકોસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે જિયોમીટ ત્રણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ- એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ પર કેવી રીતે શરૂ થશે.
એન્ડ્રોઈડ અને આઈઓએસ પરઃ
સ્ટેપ 1: એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી જિયોમીટર એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: તમારા ઇમેલ આઈડી અને પાસવર્ડથી લઈ- ઇન કરો, ગેસ્ટ અથવા ઓટીપીના માધ્યમથી પણ લોગ-ઇન કરી શકાય છે.
સ્ટેપ 3: જ્યારે તમે એક ગેસ્ટ તરીકે ટેપ કરો છો, ત્યારે એપ તમને યૂઝર્સનું નામ અને મીટિંગ આઈડી (યૂઆરએલ) માગશે.
સ્ટેપ 4: જ્યારે તમે આઈડી-પાસવર્ડ અથવા ઓટીપીથી લોગ-ઇન કરશો, ત્યારે તમને જિયોમીટ પ્લેટફોર્મ પર પહેલાથી જ રહેલ કોન્ટેક્ટ અને અન્ય કોન્ટેક્ટ જોવા મળશે જેને તમે ઇન્વાઈટ કરી શકો છો.
વિન્ડોઝ પરઃ
સ્ટેપ 1: https://jiomeet.jio.com/home વેબસાઈટ પર જાવ.
સ્ટેપ 2: નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા માટે વિન્ડોઝ વર્ઝન પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમને વિન્ડોઝ ડાઉનલોડ પેજ પર નેવિગેટ કરવામાં આવશે જ્યાંથી તમે .exe ફાઈલ મેળવી શકો છો.
સ્ટેપ 4: એક વખત ડાઉનલોડ થયા બાદ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયાથીમાંથી પસાર થશો. એક શોર્ટકટ ડેસ્કટોપ પર જોવા મળશે.
સ્ટેપ 5: એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારું ઈએમલ આઈડી અથવા પાસવર્ડ અથવા ઓટોપીનો ઉપયોગ કરી સાઈન-ઇન કરો.
સ્ટેપ 6: જો ઓટીપી લોગિંનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તમારો સ્માર્ટફોમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ અને સેટઅપ હોવું જોઈએ. ગેસ્ટ તરીકે એક મીટિંગમાં સામેલ થવાનો વિકલ્પ પણ છે, આવી સ્થિતિમાં તમારા મીટિંગ આઈડી યૂઆરએલ નોંધાવવાનું રહેશે.
આ સાથે જ તમે જાણી શકશો કે રિલાયન્સ જિયોમીટની સાથે વીડિયો કોલિંગ કરવાનું કેટલું સરળ છે.