‘રિમૂવ ચાઇના એપ’ વિતેલા મહિનાની 17 તારીખે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીયોમાં આ એપનો ઉપયોગ ચીન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરવા માટે થવા લાગ્યો. આ એપ દેશમાં અનેક કારણોથી લોકપ્રિય થઈ રહી છે. ભારત-ચીન સરહદ પર વધતા તણાવ અને કોવિડ-19 મહામારીને કારણે થઈ રહેલ નુકસાન મહત્ત્વનું કારણ માનવામાં આવે છે.
ગૂગલે પ્લે સ્ટોરથી હટાવી ‘રિમૂવ ચાઇના એપ’
દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી કથિત ચાઇનીઝ એપ ડિલીટ કરી શકાય છે. જોકે એપને બનાવનારી ‘વન ટચ એપ લેબ્સ’એ તેને શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવાની વાત કહી હતી. તેમનું એ પણ કહેવું છે કે, એપ ડેવલપર્સ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરવાનો ઈરાદો નથી.
ભારતમાં ચીનના વિરોધ તરીકે થઈ રહ્યો હતો ઉપયોગ
તેમ છતાં ગૂગલે રિમૂવ ચાઇના એપને પોતાના પ્લે સ્ટોરથી હટાવવા વિશે કોઈ જાણકારી આપી નથી. કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે અને ન તો એ વાતનો ખુલાસો કર્યો છે કે ફરીથી તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ક્યારે થશે. જયપુરની કંપની ‘વન ટચ અને ચએપ લેબ્સ’એ પોતાના ટ્વીટમાં એ વાતનો સ્વીકા કર્યો છે કે તેની એપને ગૂગલે પ્લે સ્ટોરથી સસ્પેન્ડ કરી દીધી છે.