નવી દિલ્હી: જો તમે સેમસંગ મોબાઈલ યૂઝર છે તો આ ગૂડ ન્યૂઝ તમારા માટે છે. સેમસંગ ઇન્ડિયા જલ્દીજ પોતાના પ્રીમિયમ અને બજેટ સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ 10નું અપડેટ આપવા જઈ રહ્યું છે. જો કે 2017માં લોન્ચ કરેલા મૉડલ્સમાં આ અપડેટ નહીં આપે. કંપની અનુસાર 2017માં લૉન્ચ કરવામાં આવેલા ગેલેક્સી S8,S8 પ્લસ અને ગેલેક્સી નોટ 8 માં કંપની એન્ડ્રોઈડ 10નું અપડેટ નહીં આપે.


કંપની ગેલેક્સી S, ગેલેક્સી A અને M સીરિઝના સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ 10નું અપડેટ આપશે. નવા અપડેટનું નામ OneUI 2.0 છે. તેના બીટા પ્રોગામને ગેલેક્સી S10, નોટ 10, M20 અને M30 મોબાઈલ પર થોડા દિવસ પહેલા જ રન કરાવ્યું હતું.

જાન્યુઆરી 2020માં કંપની Galaxy S9, Galaxy S9+, Galaxy Note 9, Galaxy M20, Galaxy M30, Galaxy A30, Galaxy S10e, Galaxy S10, Galaxy S10+, Galaxy Note10 અને Galaxy Note10+ માં એન્ડ્રોઈડ 10 એપડેટ આપશે.

આ સિવાય એપ્રિલ 2020માં Galaxy A6, Galaxy A6+, Galaxy A7 (2018), Galaxy A9 (2018), Galaxy A50, Galaxy A50s, Galaxy A70, Galaxy A70s, Galaxy A80, Galaxy Fold, Galaxy M30s અને Galaxy Tab S6 માટે એન્ડ્રોઈડ 10 રોલઆઉટ થશે.

જુલાઈમાં Galaxy J6+, Galaxy J7 Duo, Galaxy On8, Galaxy J8, Galaxy Tab S4 અને Galaxy Tab S5e માં અપડેટ આપશે.