નવી દિલ્હીઃ ભારતીય મોબાઇલ માર્કેટમાં એકથી એક ચઢીયાતી કંપનીઓ વચ્ચે કૉમ્પિટિશન ચાલી રહી છે, અને માર્કેટ આના કારણે વધુને વધુ ટફ બની રહ્યું છે. દરેક કંપની સસ્તી કિંમતે લેટેસ્ટ ફિચર્સ આપીને માર્કેટમાં પોતાનો એક્કો જમાવવા માંગે છે. આપણે દેશમાં કેટલીય એવી કંપનીઓ છે જેને કેટલાય વર્ષો સુધી માર્કેટ પર રાજ કર્યુ છે. આમાં શ્યાઓમી બે વર્ષથી ટૉપ પર રહી છે, પરંતુ હવે આ વખતે સાઉથ કોરિયન કંપની સેમસંગે શ્યાઓમીને ફરીથી પાછળ પાડી દીધી છે.


Xiaomi નો માર્કેટ શેર ગગડ્યો
એક રિપોર્ટ પ્રમાણે, આ વર્ષની ત્રીજા ત્રિમાસિક સેમસંગની પાસે 24 ટકા માર્કેટ શેર છે. વળી Xiaomiનો માર્કેટ શેર 23 ટકા સુધીનો છે. આ ઉપરાંત ગયા વર્ષની ત્રિમાસિક અનુસાર Xiaomiના માર્કેટ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલા વિવાદના કારણે આવુ થયુ છે.

બે વર્ષથી Xiaomi છે ટૉપ પર
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી શ્યાઓમીએ સેમસંગને પાછળ પાડી દીધી હતી. પરંતુ હવે સેમસંગે ફરીથી શ્યાઓમીને પાછળ પાડી નંબર વન બની ગઇ છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે શ્યાઓમી એકવાર ટૉપ પર આવી શકે છે. આવુ એટલા માટે માનવામાં આવી રહ્યું છે કેમકે આ ફેસ્ટિવ સિઝન શ્યાઓમીએ સારી સેલ કરી છે.