નવી દિલ્હી: સેમસંગે નવો સ્માર્ટફોન ગેલક્સી A70ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. મિડ રેન્જ ફોનમાં ઇન્ફિનિટી યૂ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા, ઓન સ્ક્રિન ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યા છે.
ગેલક્સી A70ને સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે 6 GB રેમ અને 128 GB રેમ સાથે આવી છે. જેને 512 સુધી વધારી શકાય છે. ફોનમાં 6.7 ઈન્ચની FHD+ સુપર એમલેડ ઇન્ફિનિટી યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. ક્વાલકોમ સ્નેમડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 32 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલ અલ્ટ્રા લેન્સ ડેપ્થ સેન્સર અને 5 મેગાપિક્સલ કેમેરા છે. ફોનનો ફ્રંટ કેમેરા 32 મેગાપિક્સલનો છે. ફોનની બેટરી 4500mAh આપવામાં આવી છે. જે 25W સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.
આ ફોનની કિંમત ભારતમાં 28,900 રૂપિયા છે. સેમસંગ ગેલક્સી A70ને પ્રી બુક કરવાની તારીખ 20 એપ્રિલ થી 30 એપ્રિલની વચ્ચે છે.
10 એપ્રિલના લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ હાઇટેક સ્માર્ટફોન, ફોનમાં છે 48 મેગાપિક્સલનો કેમેરો
Google પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી ગાયબ થઈ TikTok એપ, જાણો કંપનીએ કેમ કર્યો આ નિર્ણય
ટ્રિપલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Samsung Galaxy A70, જાણો કિંમત અને ફિચર્સ વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Apr 2019 09:26 PM (IST)
ટ્રિપલ રિયર કેમેરા, 4500mAh બેટરી, ઈન્ફિનિટી યૂ ડિસ્પ્લે, ઓન સ્ક્રિન ફિંગર પ્રિન્ટ સેંસર સાથે સેમસંગે નવો સ્માર્ટફોન Samsung Galaxy A70 લોન્ચ કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -