નવી દિલ્હી: સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન Galaxy A71 લોન્ચ થાય તે પહેલા જ તેની તસ્વીર લીક થઈ છે. આ પહેલા સ્માર્ટફોન વિશેની જાણકારી પણ લીક થઈ હતી. વાયરલ થયેલી તસવીર મુજબ તેમાં હોલ-પંચ ડિસ્પ્લે છે. આ ફોનની ડિઝાઈન Galaxy A71 અને Galaxy Note 10 જેવી છે.

Galaxy A71 A71નાં રેન્ડર્સને ટેક એક્સપર્ટ ઈવાન બ્લાસ દ્વારા લીક કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે Galaxy A71 સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા મળશે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા સામેલ હશે.

આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ વાઈડ એન્ગલ કેમેરા, 12 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ અને ડેપ્થ સેન્સર માટે 3D ToF કેમેરા હશે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 8GB સુધીની રેમ મળી શકે છે.