Galaxy A80ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.7 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જ્યારે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 730G ઓક્ટાકોર પ્રોસેસર છે અને Android 9 Pie બેસ્ડ Samsung ONE યૂઝર ઇન્ટરફેસ પર ચાલે છે.
આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જે ફ્રંટ અને રિયર બન્ને બાજુ કામ કરશે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો અને બીજો કેમેરા 8 મેગાપિક્સલનો છે જે અલ્ટ્રા વાઈડ છે. જ્યારે ત્રીજો 3D ડેપ્થ સેન્સિંગ કેમેરા છે.
આ ફોનમાં 8GB RAM/128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. બેટરી 3,700mAh છે. જે 25w સુપર ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરે છે અને USB Type C આપવામાં આવ્યું છે. Galaxy A80 ત્રણ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે. તેમાં ગોસ્ટ વાઇડ, ફેન્ટમ બ્લેક અને એજેલ ગોલ્ડ સામેલ છે.
Samsung Galaxy A80ની કિંમતની 47,990 રૂપિયા છે. આ ફોન માટે 22 જુલાઈ થી 31 જુલાઈ સુધઈ પ્રી બુકિંગ કરી શકાશે. જ્યારે 1 ઓગસ્ટથી સેલિંગ શરૂ થશે.