નવી દિલ્હીઃ FaceApp હાલમા  પુરી રીતે વાયરલ થઇ ગઇ છે. લોકો ફેસએપને લઇને બે જૂથમાં વહેંચાઇ ગયા છે. એક જૂથના લોકો કહી રહ્યા છે કે આ એપથી કોઇ નુકસાન નથી જ્યારે બીજા જૂથના લોકો કહી રહ્યા છે કે આ એપથી પ્રાઇવેસી પર મોટો ખતરો છે. લોકો આ એપને પ્રાઇવેસીને લઇને સવાલ ઉઠાવી રહ્યા છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ફેસબુક, વોટ્સએપ અને બીજી એપ્સની જેમ જ પ્રાઇવેસી પોલિસી આ પ્રકારની હોય છે.

FaceAppના ફાઇન્ડર અને સીઇઓએ ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કરી દીધું છે. આ એપ દુનિયાભરમાં અચાનકથી વાયરલ થઇ ગઇ છે. જોકે, આ 2017થી એપ સ્ટોર પર છે. હાલમાં સ્થિતિ એ છે કે એપ ક્રેશ થઇ  રહી છે અને અનેક લોકો તેને યુઝ પણ નથી શકતા. FaceApp ગુગલ પ્લે સ્ટોરથી લઇને એપલ એપ સ્ટોરમાં ફ્રી કેટેગરીમાં નંબર-1 પર બન્યું છે. કરોડો વખત તેને ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે અને તેની રેટિંગ પણ 4.5 છે. આ ના ફક્ત એક દેશમાં ટ્રેડ કરી રહી છે પરંતુ દુનિયાભરમા 121 દેશમા નંબર વન પર છે.

FaceAppના ટર્મ અને કંડીશન્સ અંગે અગાઉ પણ વાત કરવામાં આવી છે. તેની પોલિસી સ્પષ્ટ કહે છે કે યુઝરની ફોટોઝ અને ડેટા કંપની પાસે રહેશે અને તેને જાહેરાત માટે વેચવામાં આવશે નહીં. જોકે, જો કંપનીને જરૂર પડી તો કંપની તેના યુઝરના ડેટા યુઝ કરી શકે છે. ફેસએપ એક રશિયન એપ છે અને તેના ફાઉન્ડરે કહ્યું કે, તેના યુઝર્સને પ્રાઇવેસીનો કોઇ ખતરો નથી. તેમણે કહ્યું કે, કંપની યુઝર ડેટા કોઇ થર્ડ પાર્ટીને સેલ કરતી નથી. જો યુઝર ઇચ્છે તો ફેસએપ પાસેથી પોતાનો ડેટા ડિલીટ કરી શકો છો. આ માટે તમારે ફેસએપની સેટિંગ્સમાં જવું પડશે. અહી સપોર્ટનો ઓપ્શન છે. ત્યારબાદ રિપોર્ટ અ બગ પર ક્લિક કરો. અહી સબજેક્ટ લાઇનમાં પ્રાઇવેસી લખીને પોતાની ક્વેરી સેન્ડ કરી શકો છો. મતલભ કે યુઝર્સના ડેટા સેફ છે અને ભલે એ એપ રશિયાની છે પરંતુ ડેટા રશિયા જતો નથી.

આ એપ રશિયાની છે એવામાં અમેરિકી સેનેટ માઇનોરિટી લીડર Chuck Schummer ફેસએપને લઇને તપાસની માંગ કરી છે. તેમને લાગે છે કે આ એપ પરેશાનીવાળી છે અને અમેરિકન લોકોનો પર્સનલ ડેટા બીજા દેશ પાસે જઇ રહ્યો છે. તેમનો ઇશારો સ્પષ્ટ છે કે એટલે કે તે કહી રહ્યા છે કે આ મારફતે અમેરિકન લોકોનો ડેટા રશિયા જઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એપની તપાસ એફબીઆઇ અને એફટીસી પાસે કરાવવી જોઇએ.

અનેક સિક્યોરિટી એક્સપર્ટ્સ દાવો કરી રહ્યા છે કે આ એપ ફક્ત એ જ ડેટા રાખે છે જે તમે આપો છો. ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચર Robert Baptisteએ કહ્યું કે, ફેસએપના ટર્મ્સ અને કંડીશન્સમાં પણ એજ વાતો છે જે ફેસબુક અને વોટ્સએપમાં હોય છે. આ એપ પણ તેની જેમ જ પરમિશન યુઝર્સ પાસેથી લેવામાં આવે છે. આ એપ બ્રેકગ્રાઉન્ડમાં યુઝર્સના ફોટો પોતાના સર્વરમાં અપલોડ નથી કરતો.

આ એપ ફેન માટે છે. સત્ય એ છે કે તમારી ફોટોઝ પર તેનો એક્સેસ હોય છે અને તમારી બાયોમેટ્રિક ડીટેલ્સ પણ તેની પાસે જાય છે. જો તમે પ્રાઇવેસીને પસંદ કરો છો તો તમે તેનાથી દૂર રહો. અને એવું પણ નથી કે આ એપ તમારા માટે ખતરાની ઘંટી છે.