નવી દિલ્હીઃ સેમસંગ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એ90ને 10 એપ્રિલે લૉન્ચ કરવા માટે પુરેપુરી તૈયાર છે. પણ આના ઠીક પહેલા ફોન લીક થઇ ગયો છે. સેમસંગે ગેલેક્સી એ90માં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન પ્રૉસેસર આપવામાં આવી શકે છે.
વળી, એવું કહેવામાં આવી રહ્યુ છે કે ફોનમાં નૉચ ડિસ્પ્લેની સુવિધા નહીં આપવામાં આવે. આના બદલે ફોનમાં પૉપ-અપ રૉટેટિંગ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવશે જે ફ્રન્ટ અને બેક બન્નેમાં કામ કરશે.
કેમેરાની વાત કરવામાં આવે તો ડિવાઇસમાં ટ્રિપલ લેન્સ રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જે 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સરની સાથે આવશે. વળી, ફોનમાં રૉટેટિંગ પૉપ-અપ કેમેરા આપવામાં આવી શકે છે. યૂઝર્સ આની મદદથી 48 મેગાપિક્સલની સેલ્ફી લઇ શકે છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સેમસંગ ગેલેક્સી એ90માં 6.41 ઇંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે, તો વળી 6 અને 8જીબી રેમ પણ. ફોનમાં 128જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. કહેવાઇ રહ્યું છે કે ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 710 SoC પણ આપવામાં આવશે.
10 એપ્રિલના લૉન્ચ પહેલા લીક થયો સેમસંગનો આ હાઇટેક સ્માર્ટફોન, ફોનમાં છે 48 મેગાપિક્સલનો કેમેરો
abpasmita.in
Updated at:
05 Apr 2019 03:48 PM (IST)
ડિવાઇસમાં ટ્રિપલ લેન્સ રિયર કેમેરા આપવામાં આવી શકે છે, જે 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સરની સાથે આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -