ગેલેક્સી F62ની ખાસ વાત ક્વાડ કેમેરા સેટઅપ અને પંચ હૉલ ડિસ્પ્લે છે. સેમસંગે પોતાના આ નવા ફોનને 23,999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કર્યો છે. જે આના બેઝ વેરિએન્ટ 6GB+128GB સ્ટૉરેજ માટે છે. આ ઉપરાંત ફોનના બીજા વેરિએન્ટ 8GB+256GB સ્ટૉરેજની કિંમત 25,999 રૂપિયા રાખવામા આવી છે. ગ્રાહક આ ફોનને 22 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજીટલ સ્ટૉર અને સેમસંગના ઓફલાઇન રિટેલર પાસેથી ખરીદી શકે છે.
ફોનના સ્પેશિફિકેશન્સ....
ફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED+ ઇનફિનિટી-O ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં કંપનીના એક્સીનૉસ 9825 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનને 6જીબી રેમ અને 8જીબી રેમની સાથે 128જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ યુઆઇ 3.1 પર કામ કરે છે.
કેમેરા અને બેટરી.....
ગેલેક્સી F62માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ, 5 મેગાપિક્સલનો મેક્રો અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. પાવર માટે ફોનમાં દમદાર 7000mAhની બેટરી આપવામાં આવી છે. જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.