નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે ગયા વર્ષે સેમસંગ ગેલેક્સી A12ને ગ્લૉબલ લેવલ પર લૉન્ચ કર્યો હતો. વળી હવે આ ફોનના ભારતમાં પણ લૉન્ચિંગનો ઇન્તજાર છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન બહુ જલ્દી ભારતમાં પણ લૉન્ચ થઇ શકે છે. અહીં આ ફોન બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામા આવી શકે છે, જેમાં 4 GB રેમ +64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 4 GB રેમ +128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ સામેલ છે. ભારતમાં આ ફોન 13000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉતારવામાં આવી શકે છે. જાણો સ્પેશિફિકેશન્સ.....


સ્પેશિફિકેશન્સ....
Samsung Galaxy A12 6.5 ઇંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઓક્ટાકૉર પ્રૉસેસર મીડિયાટેક હીલિયો પી35 ચિપસેટ વાળો છે. ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ મળશે જેમાં તમે માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકો છો.

કેમેરા....
Samsung Galaxy A12માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં એફ/2.0 લેન્સની સાથે 48- મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, સાથે 5- મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, સાથે 2- મેગાપિક્સલ મેક્રો શૂટર અને 2- મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે, સાથે 8- મેગાપિક્સલ શૂટરની સાથે આવે છે.

મળશે આ ફિચર્સ પણ....
Samsung Galaxy A12માં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે, ફોનમાં 5,000mAhની બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.