નવી દિલ્હીઃ Samsung પોતાની એમ સીરીઝનો નવો Galaxy M01s સ્માર્ટપોનને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બજેટ સેગમેન્ટમાં આવે છે. આ ફોન પહેલા કંપનીએ આ M સીરિઝમાં Galaxy M01 અને M11 ઉતારી ચૂકી છે. આવો જાણીએ આ બજેટ સ્માર્ટફોનમાં તમને શું નવું અને ખાસ મળશે.


નવા Galaxy M01s, 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિયન્ટની સાથે મળશે, જેની કિંમત 9999 રપિયા ચે. આ ફોનમાં લાઈટ બ્લૂ અને ગ્રે કલર ઓપ્શન મળશે. કંપનીએ આ પોનના વેચાણ સાથે જોડાયેલ કોઈ જાણકારી હજુ સુધી આપી નથી.
Samsung Galaxy M01s માં 6.2 ઇંચની એચડી+ ડિસ્પ્લે હશે, જેનું રિઝોલ્યૂશન 720x1,280 પિક્સલ છે. પરપોર્મન્સ માટે આ ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી22 ચિપસેટ આપવામાં આવી છે. આ એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત વન યૂઆઈ કોર પર કામ કરશે. પાવર માટે આ ફોનમાં 4,000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જ્યારે કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 4G LTE, બ્લૂટૂથ, વાઈ-ફાઈ, જીપીએસ અને યૂએસબી પોર્ટ જેવા ફીચર્સ મળે છે.

ફોટોગ્રાફી અને વીડિયો માટે Samsungએ નવા Galaxy M01sમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલનું સેન્સલ સામેલ છે. ઉપરાંત સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 8 સાથે થશે સ્પર્ધા

Samsung Galaxy M01sની ટક્કર Redmi Note 8 સાથે થશે. આ ફોનને 4જીબી + 64 જીબી સ્ટોરેજના વર્ઝનની કિંમત 10499 રૂપિયા છે. તેમાં 6.39 ઇંચ આઈપીએસ ડિસ્પ્લે મળે છે. પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર ઉપલબ્ધ છે. પાવર માટે તેમાં 4000 mAhની બેટરી લાગેલ છે.

ફોટોગ્રાફી માટે તેમાં રિયરમાં 48MP + 8MP + 2MP + 2MP કેમેરા સેટઅપ મળે છે, જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી તેની સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકાય છે.