સેમસંગે પહેલીવાર આ ફોનમાં આપી 5000mAhની બેટરી, જાણો કયો છે ફોનને કેવા છે ફિચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2021 11:07 AM (IST)
જો તમે આ ફોન ખરીદવા ઇચ્છો છો તો અમેઝોન અને સેમસંગ ડૉટ કૉમ પર જઇને ખરીદી શકો છો. આ ઉપરાંત આ ફોન રિટેલ સ્ટોર્સ પર પણ મળશે
નવી દિલ્હીઃ સેમસંગે પોતાનો વર્ષનો પહેલો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી M02sને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આને 8999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 3જીબી રેમ અને 32જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની છે, જ્યારે 4જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ વાળા વેરિએ્ટની કિંમત 9999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે આ ફોન ખરીદવા ઇચ્છો છો તો અમેઝોન અને સેમસંગ ડૉટ કૉમ પર જઇને ખરીદી શકો છો. આ ઉપરાંત આ ફોન રિટેલ સ્ટોર્સ પર પણ મળશે. આ છે સ્પેશિફિકેશન્સ સેમસંગ ગેલેક્સી M02sમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રૉસેસર વાળો છે. આ ફોનના સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 10000 થી ઓછા બજેટમાં પહેલીવાર સેમસંગે આટલી મોટી બેટરી આપી છે. સેમસંગનો આ ફોન Black, Red અને Blue કલર ઓપ્શનમાં અવેલેબલ છે. શાનદાર છે કેમેરા સેમસંગ Galaxy M02sના રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનનો મેન કેમેરો 13 મેગાપિક્સલનો છે.આમાં 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો માટે સેમસંગના આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે સેલ્ફી ફૉક્સ અને લાઇવ બ્યૂટી ફિચરની સાથે આવે છે.