નવી દિલ્હીઃ આજે Samsung પોતાનો નવો સ્માર્ટફોન Galaxy M31  ભારતમાં લોન્ચ કરવા જ ઈરહી છે. કંપની અનુસાર આ ફોન સેમસંગની સત્તાવાર વેબસાઈટસ ઈ કોમર્સ એમેઝોન ઇન્ડિયા અને ઓફ લાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. આ ફોનના અનેક ફીચર્સ પણ સામે આવ્યા છે. ખાસ વાત એ છે કે તેના રિયરમાં નવો રેક્ટેંગ્યુલર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.


Galaxy M31ના રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્યાછે, જેમાં તેનો મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો હસે. ઉપરાંત રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેંસર મળશે નવા Samsung Galaxy M31માં Infinity U કટઆુટની સાથે ફુલ HD+ sAMOLED ડિસ્પ્લે મળશે, જે વીડિયો, મૂવી, ફોટો અને ગેમ્સ રમવામાં ખૂબ મજેદાર સાબિત થઈ શકે છે. પાવર માટે તેમાં 6,000 એમએએચની બેટરી મળશે અને આ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પણ હશે.

નવા ગેલેક્સી એમ31 સ્માર્ટફોનમાં Exynos 9611,10nm ચિપસેટ મળી શકે છે, આ ફોન 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવી શકે છે.

નવો ગેલેક્સી એમ31, કંપનીના ગેલેક્સી એમ30એસનું સસ્કેસર ગણાય છે, જે વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં બે વેરિયન્ટ મળે છે  જે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિયન્ટની સાથે આવે છે. તેની કિંમત ક્રમશઃ 12999 રૂપિયા અને 14999 રૂપિયા છે.