Samsung Galaxy M34 Price in india: કોરિયન કંપની સેમસંગે ભારતમાં Samsung Galaxy M34 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તમે એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઈટ દ્વારા સ્માર્ટફોન ખરીદી શકશો. મોબાઈલ ફોનમાં 6000 mAh બેટરી, 6.5 ઈંચ ડિસ્પ્લે, 50MP પ્રાઈમરી કેમેરા ઉપલબ્ધ છે. Samsung Galaxy M34 પ્રી-ઓર્ડર કરી શકશો. સ્માર્ટફોનનું વેચાણ 16 જુલાઈથી શરૂ થશે.



આટલી કિંમત છે


કિંમત વિશે વાત કરીએ તો Samsung Galaxy M34 5G ની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થાય છે અને ફોન 3 કલર વિકલ્પોમાં આવે છે જેમાં પ્રિઝમ સિલ્વર, મિડનાઇટ બ્લુ અને વોટરફોલ બ્લુનો સમાવેશ થાય છે.


સ્પેક્સ


Samsung Galaxy M34 ફુલ HD+ સ્ક્રીન રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે જે 120Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MP પ્રાઈમરી કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 12MP કૅમેરો ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે જેમાં 6/128GB અને 8/128GBનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન Exynos 1280 SoC સાથે આવે છે. તમે ત્રણ રંગ વિકલ્પોમાં મોબાઇલ ફોન ખરીદી શકશો. આમાં તમને 25Wની ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAh બેટરી મળે છે.


Oppo 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે 


10 જુલાઈના રોજ, ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પો ભારતમાં Oppo Reno 10 સીરીઝ હેઠળ 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ Oppo Reno 10, Oppo Reno 10 pro અને Oppo Reno 10 Pro plus સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. બેઝ વેરિઅન્ટ સિવાય બંને મોડલની કિંમત લીક થઈ ગઈ છે.  Oppo Reno 10 pro અને Oppo Reno 10 Pro પ્લસની કિંમત અનુક્રમે 40,999 રૂપિયા અને 54,999 રૂપિયા હોય શકે છે.  


Realmeએ લૉન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન


સ્માર્ટફોન મેકર કંપની રિયલમી Narzo સીરીઝ અંતર્ગત ભારતમાં 2 નવા હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. કંપનીએ Realme Narzo 60 અને Narzo 60 Pro લૉન્ચ કર્યા છે. આ ફોનની બેકસાઇડ તમને ગોળાકાર કેમેરા મૉડ્યૂલ અને લેધર ફિનિશ જોવા મળશે જે ફોનના ઇન્ટરનલ લૂકને સુધારે છે. આ સીરીઝમાં તમને 100 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને MediaTek ડાયમેન્સિટી 7050 પ્રૉસેસરનો સપૉર્ટ અને 12+12GB રેમ સપૉર્ટ મળે છે. કંપનીએ પહેલા જ દાવો કર્યો હતો કે આ સીરીઝ 2.5 લાખથી વધુ ફોટો સ્ટૉર કરી શકે છે. આમાં યૂઝર્સને 1TB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ સપૉર્ટ મળે છે.