Flipkart Big Saving Days Sale: Samsung Galaxy S23 FE  સ્માર્ટફોનને ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફ્લેગશિપ સિરીઝના સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે યુઝર્સને ઉત્તમ કેમેરા ક્વોલિટી અને પાવરફુલ પ્રોસેસરની સુવિધા આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને માર્કેટમાં 54,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તમે તેને લગભગ અડધી કિંમતમાં ખરીદી શકો છો. Flipkart Big Saving Days સેલમાં, Samsung Galaxy S23 FE સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આ ઑફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે. આ સ્માર્ટફોનને તમે ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ પર ખરીદી શકો છો. આ ફોન પર ખૂબ  જ સારુ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.  


Samsung Galaxy S23 FE પર ડિસ્કાઉન્ટ


Samsung Galaxy S23 FE ના 8GB + 128GB વેરિઅન્ટને ભારતીય બજારમાં 54,999 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ Flipkart Big Saving Days સેલ હેઠળ, વપરાશકર્તાઓ આ સ્માર્ટફોન પર 21,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જે બાદ આ સ્માર્ટફોન માત્ર 34,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.


આ સિવાય Flipkart સેલમાં યુઝર્સને આ સ્માર્ટફોન Samsung Galaxy S23 FE  પર 1,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જે બાદ સ્માર્ટફોનની કિંમત ઘટીને 33,999 રૂપિયા થઈ જાય છે. Samsung Galaxy S23 FE સ્માર્ટફોન ક્રીમ, ગ્રેફાઇટ, મિન્ટ અને પર્પલ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ હેઠળ તમને આ ડીલ 2 મે થી 9 મે સુધી જ મળશે.


Samsung Galaxy S23 FE ફીચર્સ


Samsung Galaxy S23 FE સ્માર્ટફોનમાં 6.4-ઇંચ ડાયનેમિક ફુલ HD+ ડિસ્પ્લે છે જે IP68 પ્રમાણિત છે. આ સ્માર્ટફોન Exynos 2200 ચિપસેટ પર કામ કરે છે અને ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે 4,500mAh ની પાવરફુલ બેટરી ધરાવે છે. કેમેરા સેક્શનની વાત કરીએ તો યુઝર્સને ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં 50MP પ્રાઇમરી સેન્સર, 12MP સેકન્ડરી સેન્સર અને મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે. 10MP ફ્રન્ટ કેમેરાની મદદથી વીડિયો કોલિંગ અને સેલ્ફીની મજા માણી શકાય છે.   હાલ તો સ્માર્ટફોન યૂઝર્સ આ ડિસ્કાઉન્ટથી ખૂબ જ ખૂશ છે.