Samsung Galaxy Z Fold 5 And Flip 5 Launched: મચ અવેટેડ સ્માર્ટફોન Galaxy Z Fold 5 અને Flip 5 આજે સેમસંગે લોન્ચ કરી દીધા છે. તમે બંને સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને અમેઝોન મારફતે ખરીદી શકો છો. બંન્ને પાસે Snapdragon 8th Generation 2 SOC નો સપોર્ટ છે. કંપનીએ ફ્લિપ ફોનમાં 3.4-ઇંચની ડિસ્પ્લે આપી છે, જે Galaxy 4 કરતાં મોટી અપડેટ છે. જાણો કેટલી કિંમતે તમે બંને સ્માર્ટફોન ખરીદી શકશો.

Continues below advertisement






કિંમત


Galaxy Z Fold 5 ની કિંમત 1800 ડોલર એટલે કે 1,47,662 રૂપિયા છે. ફ્લિપ સ્માર્ટફોનની કિંમત 1,000 ડોલર એટલે કે 82,033 રૂપિયા છે. આ કિંમત વૈશ્વિક બજારની છે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત થોડી વધારે હશે. સચોટ જાણકારી માટે તમારે થોડી રાહ જોવી પડશે. કંપની આવતીકાલે સવારે 10 વાગ્યે Galaxy Flip 5 સ્માર્ટફોનની કિંમત જાહેર કરશે. ટિપસ્ટર પારસ ગુગલાનીના જણાવ્યા અનુસાર, ફોનની કિંમત 99,999 રૂપિયા હોઈ શકે છે. આમાં કંપની 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે.






સ્પેક્સ


સ્પેસિફિકેશની વાત કરીએ તો Galaxy Z Fold 5 માં 7.6-inch AMOLED FHD+ પ્રાઇમરી ડિસ્પ્લે અને 6.2-ઇંચ સેકન્ડરી ડિસ્પ્લે મળે છે. સ્ક્રીનના પ્રોટેક્શન માટે કંપનીએ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2નું પ્રોટેક્શન આપ્યું છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે જેમાં 50+12+12MPના ત્રણ કેમેરા છે. ફ્રન્ટમાં બાહ્ય ડિસ્પ્લે પર 10MP કેમેરો છે અને આંતરિક ડિસ્પ્લે પર 4MP કેમેરા છે. સ્માર્ટફોનમાં 4400 mAh બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.


Samsung Galaxy Z Flip 5 વિશે વાત કરીએ તો કંપનીએ તેમાં 3.4 ઇંચની ડિસ્પ્લે આપી છે. મેઇન ડિસ્પ્લે 6.7 ઇંચની છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 12+12MP ના બે કેમેરા હોય છે. ફ્રન્ટમાં 10MP કેમેરા ઉપલબ્ધ છે. Flip 5માં 3700 mAh બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીએ આ સ્માર્ટફોનને 4 કલર વિકલ્પોમાં લોન્ચ કર્યો છે જેમાં બ્લેક, ગ્રીન, ક્રીમ અને Lilacનો સમાવેશ થાય છે.


સેમસંગ બાદ 31 જૂલાઈએ Jio ભારતમાં સસ્તા લેપટોપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તમે Amazon દ્વારા JioBook લેપટોપની નવું એડિશન ખરીદી શકશો. લેપટોપની કિંમત 20 થી 25,000 રૂપિયાની વચ્ચે હશે.