નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધા છે. આ સ્માર્ટફોન સસ્તા હોવાની સાથે સાથે હાઇટેક ફિચર્સ વાળા છે. સેમસંગે ઇન્ડિયન માર્કેટમાં Samsung Galaxy A13 અને Galaxy A23 4G ને લૉન્ચ કર્યા છે. બન્ને જ ફોન ફૂલ એચડી+ ડિસ્પ્લે અને ગૂગલના એન્ડ્રોઇડ 12 વર્ઝન પર ચાલે છે. આમાં ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. બેસ્ટ ઇમેજિંગ રિઝલ્ટ માટે આમાં ક્વાડ રિયર કેમેરા સિસ્ટમ પણ છે. 


Samsung Galaxy A13 ફિચર્સ - 
સેમસંગ ગેલેક્સી A13માં 6.6 ઇંચની ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શનની સાથે છે. આમાં Exynos 850 ચેપસેટ છે, જેને માલી G52 MP1 GPUની સાથે જોડવામાં આવી છે. સાથે જ આમાં 6GB સુધી રેમ અને 128GB નુ ઇન્ટરનલ સ્ટૉરેજ પણ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, આમાં પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સનો છે. વળી કેમેરો 5 મેગાપિક્સલનો અને એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 5000mAh ની બેટરી છે, જે 25W સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, પરંતુ યૂઝર્સને રિટેલ બૉક્સની સાથે માત્ર 15W નુ જ ચાર્જર મળે છે. 


Samsung Galaxy A23 ફિચર્સ - 
સેમસંગ ગેલેક્સી A23માં પણ 6.6 ઇંચની ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે. જોકે કંપનીએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે, આમાં કઇ ચિપસેટ છે, પરંતુ એ બતાવવામાં આવ્યુ છે કે ગેલેક્સી A23 એક ઓક્ટાકૉર પ્રૉસેસરની સાથે આવશે. કંપનીએ આના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા છે. એક 6GB રેમ અને 128GB સ્ટૉરેજ અને બીજુ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ, જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, વળી એક કેમેરો 5 મેગાપિક્સલનો અને એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 5000mAhની બેટરી છે જે 25W સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


કિંમત - 
કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A13ના 4+64 વેરિએન્ટની કિંમત 14999 રૂપિયા, 4+128 વેરિએન્ટની કિંમત 15999 રૂપિયા અને 6+128 વેરિએન્ટની કિંમત 17499 રૂપિયા છે. વળી સેમસંગ ગેલેક્સી A23 6જીબી વેરિએન્ટની કિંમત 19499 રૂપિયા અને 8જીબી વેરિએન્ટની કિંમત 20999 રૂપિયા છે.