નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગે પોતાનો ત્રીજો દામદાર ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. સેમસેગના ગેલેક્સી Z Fold 2 ફૉલ્ડેબલ ફોનને ગેલેક્સી અનેપેક્ડ 2020 પાર્ટ 2 વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન પહેલાથી વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, Galaxy Z Flip ની સરખામણીમાં આ ફોનને કેટલાક ખાસ અપગ્રેડ મળ્યા છે.


શાનદાર સ્ક્રીન....
ગેલેક્સી Z Fold 2 ફોનમાં 6.2 ઇંચની કવર સ્ક્રીન છે, સાથે મેઇન સ્ક્રીન ખુલવા પર 7.6 ઇંચની છે. સેમસંગ અનુસાર ગેલેક્સી Z Fold 2માં 4.6 ઇંચની કવર સ્ક્રીન અને 7.3 ઇંચની મેઇન સ્ક્રીન છે, અને આ આધાર પર ગેલેક્સી Z Fold 2 વધુ અપગ્રેડ છે. આ ફોન 12જીબી રેમ અને 512જીબી મેમરી અને 12જીબી રેમ અને 256જીબી મેમરીની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.

ગેલેક્સી Z Fold 2 ફોનમાં 4500 mAh દમદાર બેટરી આપવામાં આવી છે, જે ગેલેક્સી ફૉલ્ડ (4380એમએએચ)ની સરખામણીમાં વધુ દમદાર છે. ગેલેક્સી Z Fold 2 ત્રીજા ફૉલ્ડેબલ ફોન છે, આ પહેલા કંપની ગેલેક્સી ફૉલ્ડ અને ગેલેક્સી ઝેડ ફ્લિપ લૉન્ચ કરી ચૂકી છે.



ગેલેક્સી Z Fold 2ની કિંમત
આ ફોન ભારતમાં ક્યારે આવશે તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. પરંતુ અમેરિકામાં આ ફોન 1,999 ડૉલર એટલે કે લગભગ 1,48,300 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન દુનિયાભરના 40 માર્કેટમાં અવેલેબલ થશે. જેમાં અમેરિકા અને સાઉથ કોરિયા મુખ્ય છે. ફોનને અમેરિકા અને દક્ષિણ કોરિયામાં 18 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે, જ્યારે આનુ પ્રીબુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે.