ગેલેક્સી A01 કૉર સ્માર્ટફોનમાં 16જીબી અને 32જીબી ઇન્ટરનેલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આની શરૂઆતી કિંમત IDR 1,099,000 (લગભગ 5,500 રૂપિયા) છે, આ 23 જુલાઇ 2020 સુધી આને IDR 999,000 (લગભગ 5,000 રૂપિયા) કિંમતમાં મળશે. આ ફોન બ્લૂ, બ્લેક અને રેડ કલર વેરિએન્ટમાં અવેલેબલ છે.
ગેલેક્સી A01 કૉર સ્માર્ટફોનમાં એચડી ડિસ્પ્લેની સાથે સાથે હાઇ રિઝૉલ્યૂશન મળે છે. આના પરફોર્મન્સ માટે ક્વાડકોર ચિપસેટ આપવામાં આવી છે, અને ફોન એન્ડ્રોઇડ ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનની મેમરી સ્ટૉરેજને 512જીબી સુધી વધારી શકાય છે. આ ફોન 1જીબી રેમને સપોર્ટ કરે છે. ફોનમાં 3000એમએએચની હાઇ બેટરી આપવામાં આવી છે. જે ફૂલ ચાર્જ થવા પર 17 કલાકનો બેટરી બેકઅપ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
કયા ચીની ફોનને આપશે ટક્કર...
સેમસંગના આ ગેલેક્સી A01 કૉર સ્માર્ટફોનની સીધી ટક્કર ચીની સ્માર્ટફોન શ્યાઓમી રેડમી ગોની સાથે થવાની છે. કેમકે આની શરૂઆતી કિંમત પણ 4299 રૂપિયા છે. આમાં પણ 1જીબી રેમ અને 8જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ છે.