નવી દિલ્હીઃ સેમસંગે પોતાના નવા ફોન ગેલેક્સી ફોલ્ડર 2ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટ્રેન્ડથી કંઇક અલગ કરીને સેમસંગે રી એકવખત ગેલેક્સી ફોલ્ડર 2ને ફ્લિપ ફોન બનાવ્યો છે. એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલનાર ગેલેક્સી ફોલ્ડર 2 સૌથી પહેલા ચીનના બજારમાં આવી શકે છે.

વિતેલા વર્ષે ગેલેક્સી ફોલ્ડર લોન્ચ કર્યા બાદ સેમસંગ તે જ સીરીઝનો ફોન ગેલેક્શી ફોલ્ડર 2ને બજારમાં લાવી રહી છે. ગેલેક્સી ફોર્ડર 2માં 3.8 ઇંચની સ્ક્રીન છે, જેનું રિઝોલ્યૂશન 480 X 800 પિક્સલ છે. આ ફોનમાં 1.4 ગિગાહર્ટ્ઝ ક્વાડકોર સેન્પડ્રેગન 425SoC પ્રોસેસરની સાથે 2 જીબી રેમ છે. ઇન્ટરનલ મેમરીની વાત કરીએ તો તેમાં 16 જીબીની મેમરી આપવામાં આવી છે. જેને 128 જીબી સુધી વધારી શકાય છે.

ગેલેક્સી ફોલ્ડર 2માં f/1.9 અપર્ચરવાળો 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, સાથે જ એલઈઈડી ફ્લેશ પણ આપવામાં આવ્યું છે. જ્યારે તેનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો 5 મેગાપિક્સલ છે. ફોનના પાવરની વાત કરીએ તો તેના માટે 1950mAhની બેટરી આવામાં આવી છે. 122x60.2x15.4mmઆ ફોનનું વજન 160 ગ્રામ છે.

જોકે, 4G સપોર્ટ કરનાર આ ફોન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યાં સુધીમાં આવશે તે અંગે સેમસંગ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.