નવી દિલ્હી: સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી M51 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન હાલ જર્મનીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગ ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં આ સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરની બીજા સપ્તાહમાં M51 અમેઝોન ઈન્ડિયા પર ખરીદવા માટે ઉપ્લબ્ધ થશે. સેમસંગ M51ની કિંમત ભારતમાં આશરે 30 હજાર રૂપિયા હોય શકે છે.
ગેલેક્સી M51 સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ક્વોલકૉમ સ્નૈપડ્રેગન 730 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. M51 સ્માર્ટફોન 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. માઈક્રો એસડી કાર્ડના માધ્યમથી ફોનની સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે.
સ્માર્ટફોનના બેક પેનલ પર ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. બેક પેનલ પર પ્રાઈમરી લેન્સ 64 મેગાપિક્સલ છે, જ્યારે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ, 5 મેગાપિક્સલનો ડેપ્થ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્ચ લગાવવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે જ સ્માર્ટફોનમાં 7,000mAh ની બેટરી આપવામાં આવી છે.
One Plus Nord સાથે થશે ટક્કર
સેમસંગ ગેલેક્સી M51 સ્માર્ટફોની સીધી ટક્કર OnePlus Nord સ્માર્ટફોન સાથે થશે. વનપ્લસ Nord સ્માર્ટફોનમાં ત્રણ મોડલ ખરીદવા માટે ઉપ્લબ્ધ છે. OnePlus Nord નો 6GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલ 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત 27,999 રૂપિયા છે.
One Plus Nord માં 6.44 ઈંચ ફુલ એચડી પ્લસ રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકૉમ સ્નૈપડ્રેગન 765G ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વનપ્લસમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus Nord ને ટક્કર આપવા માટે સેમસંગે લોન્ચ કર્યો M51 સ્માર્ટફોન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 05:54 PM (IST)
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરની બીજા સપ્તાહમાં M51 અમેઝોન ઈન્ડિયા પર ખરીદવા માટે ઉપ્લબ્ધ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -