નવી દિલ્હીઃ સ્માર્ટફો મેકર સેમસંગ કંપની પોતાના નવા 5G ફોન પર કામ કરી રહી છે, આ ફોનનુ નામ છે Galaxy A52 5G, આને બ્રાઉઝર બેન્ચમાર્ક HTML5Test પર જોવામાં આવ્યો છે. તાજેતરમાં જ સેમસંગ એ સીરીઝના આ લેટેસ્ટ સ્માર્ટફોનનું રેન્ડર પણ સામે આવ્યુ હતુ.


રિપોર્ટ પ્રમાણે આ ફોનને Galaxy A51 5G નો સક્સેસર જ માનવામાં આવી રહ્યો છે. નવેમ્બરમાં ગીકબેન્ચ લિસ્ટિંગમાં આ ફોનના સ્પેશિફિકેશન્સનો ખુલાસો થયો હતો, આ ફોન આગામી વર્ષે લૉન્ચ થઇ શકે છે. જાણો કંપની આ ફોનમાં શું આપશે નવુ.....

સંભવિત સ્પેશિફિકેશન્સ....
સેમસંગ ગેલેક્સી A52 5Gમાં 6.5 ઇંચની એચડી+ આપવામાં આવી શકે, જેનુ રિઝૉલ્યૂશન 1080 x 2400 પિક્સલ છે. ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G 5G પ્રૉસેસર વાળો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 6 GB રેમ આપવામાં આવી છે, સાથે આમાં 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.

કેમેરા
સેમસંગ ગેલેક્સી A52 5Gમાં ક્વૉક કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો f/2.0 લેન્સવાળો 48 MPનો છે. સેલ્ફી માટે આમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ કેટલાક ફિચર્સ આ ફોનમાં આપવામાં આવશે. જેની ડિટેલ લીક થઇ છે.