નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ આજે માર્કેટમાં પોતાનો નેક્સ્ટ પ્રીમિયમ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ સ્માર્ટફોનનુ નામે છે ગેલેક્સી S10 લાઇટ. કંપનીએ થોડાક દિવસો પહેલા જ ફોનને ગ્લૉબલી લૉન્ચ કર્યો હતો, હવે તેને ભારતમાં લૉન્ચ કરવામાં આવશે અને ફ્લિપકાર્ટ પરથી સેલ કરી શકાશે.


ફ્લિપકાર્ટે તાજેતરમાં જ એક ટીજર પેજ રિલીઝ કર્યુ હતુ, જેમાં ઇન્ડિયન વેરિએન્ટમાં મળનારા ફિચર્સ અને સ્પેશિફિકેશનની માહિતી હતી.

શું છે ફોનમાં ખાસ......
સેમસંગના ગેલેક્સી S10 લાઇટ સ્માર્ટફોનમાં 6.70 ઇંચની ફૂલ એચડી પ્લસ, સુપર એમૉમેડ, ઇન્ફિનિટી-ઓ ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે. ફોનમાં નૉટ 10 લાઇટની જેમ પંચ-હૉલ ડિસ્પ્લે મળશે.



ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅચ છે, જેમાં 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ, 48 મેગાપિક્સલનું પ્રાઇમર સેન્સર અને 12 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ સેન્સર મળશે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સુપર સ્ટડી OIS મૉડના કારણે બેસ્ટ ફોટોગ્રાફી પણ કરી શકાશે.

ફોનમાં સ્નેપડ્રેગન 855 ઓક્ટાકૉર પ્રૉસેસર છે, ઉપરાંત 8જીબી રેમ અને 128જીબી સ્ટૉરેજ વેરિએન્ટ છે. એસડી કાર્ડથી 1000જીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓએસ પર આધારિત છે.



ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, 4500 એમએચની બેટરી છે. 30 મિનીટના ચાર્જિંગથી દિવસભરનુ બેકએપ મળે છે.