ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસર હશે
લિસ્ટીંગ અનુસાર, આ ફોન 3GB રેમ અને ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસરની સાથે લૉન્ચ કરવામાં આવશે, જે 1.80GHz ની ફ્રિકવન્સીનો હશે. સ્માર્ટફોનને બીજી કેટલીય અન્ય વેબસાઇટ પર પણ સ્પૉટ કરવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સેમસંગનો આ એન્ટ્રી લેવલ ફોન હશે, આને સિંગલકૉર સ્કૉર 128 છે, જ્યારે મલ્ટીકૉર સ્કૉર 486 પૉઇન્ટ છે.
લૉન્ચિંગ ડેટ નક્કી નથી થઇ
માનવામાં આવી રહ્યું છે કે Samsung Galaxy M02 સ્માર્ટફોન Galaxy A02s કે Galaxy A02નુ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ ફોનને Wi-Fi Alliance પર મૉડલ નંબર SM-M025F/DSની સાથે સ્પૉટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2.4GHz Wi-Fiનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય લિસ્ટિંગમાં સ્માર્ટફોનને SM-A025F/DS, SM-A025F, SM-M025F/DS, SM-A025M/DS અને SM-A025M મૉડલ નંબરથી સ્પૉટ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ફોન જલ્દી માર્કેટમાં આવશે, પરંતુ આને લઇને કંપની તરફથી કોઇ તારીખ નક્કી નથી કરવામાં આવી.