નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ એ સીરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન A42 5Gને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાંજ આ અપકમિંગ સ્માર્ટફોન સાથે જોડાયેલી રિપોર્ટ સોશ્યલ મીડિયામાં લીક થઇ છે. વળી, હવે આ સ્માર્ટફોનને ચાઇના 3સી સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો છે.


સેમસંગ ગેલેક્સી A42 5G સ્માર્ટફોનની બેટરીની માહિતી મળી છે, ત્યાં સુધી આ ફોનમાં સૌથી વધુ એટલે કે 5,000mAh પાવરની દમદાર બેટરી છે.

3સી ચાઇના સર્ટિફિકેશન સાઇટ પર અવેલેબલ જાણાકારી અનુસાર, આગામી સેમસંગ ગેલેક્સી A42 5G સ્માર્ટફોન સાઇટ પર SM-A426B મૉડલ નંબરની સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 5000 એમએએચની હેવી બેટરી આપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી આ સ્માર્ટફોનના અન્ય ફિચર્સની માહિતી સામે નથી આવી.



ઉલ્લેખનીય છે કે, સેમસંગના આ સ્માર્ટફોનને સૌથી પહેલા સેમમોબાઇલ સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતા, અહીં આ A42 5G સ્માર્ટફોન SM-A426B મૉડલ નંબરની સાથે લિસ્ટ હતો, અને 128જીબી ઓનબોર્ડ સ્ટૉરેજ હોવાની વાત કહેવામાં આવી રહી હતી. જોકે, આ ફોન ભારતમાં કેટલી કિંમતે અવેલેબલ થશે તેની માહિતી સામે આવી નથી.