નવી દિલ્હીઃ વૉટ્સએપ યૂઝર્સ સતત વધી રહ્યાં છે, વૉટ્સએપ પર ચેટિંગથી લઇને કૉલિંગ અને પેમેન્ટ સહિતની સારામાં સારી સુવિધા મળવા લાગી છે. વૉટ્સએપ સમયાંતરે અપડેટ આવતા રહે છે. વૉટ્સએપનો ઉપયોગ કરનારા બધા યૂઝર્સ વૉટ્સએપના બધા ફિચર્સ નથી જાણતા હોતા, અહીં અમે તમને આજે વૉટ્સએપ સ્ટેટસને હાઇડ કરવા અંગેનુ ખાસ ફિચર્સ બતાવી રહ્યાં છીએ.


WhatsApp પર આ રીતે હાઇડ કરો સ્ટેટસ......

વૉટ્સએપ સ્ટેટસ હાઇડ કરવા માટે તમારે Read Receipts ઓપ્શનને બંધ કરવુ પડશે.

વૉટ્સએપ Read Receiptsને બંધ કરવા માટે સૌથી પહેલા WhatsApp ઓપન કરો.

હવે WhatsAppના Settingsમાં જાઓ.

અહીં Account પર ટેપ કરીને Privacy પર જાઓ.

અહીં તમને Read Receiptsનુ ઓપ્શન દેખાશે, જેને બંધ કરવાનુ છે.

ઉલ્લેખનીય છે કે Read Receipts ફિચરને બંધ કર્યા બાદ WhatsAppની કેટલાક સેટિંગ્સમાં ફેરફાર આવી જશે.

આનાથી તમને મેસેજ મોકલવા પર Blue Tick નહીં દેખાય.

આ ફિચરને બંધ કર્યા પછી જો કોઇ તમને મેસેજ મોકલે છે, તો સેન્ડરને પણ તમારુ બ્લૂ ટિક નહીં દેખાય.