નવી દિલ્હીઃ આજના યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે, મોટાભાગની વસ્તુઓ અને કામ હવે લોકો સ્માર્ટફોનથી જ કરી રહ્યાં છે. ઇન્ટરનેટથી લઇને બેન્કિંગ અને શૉપિંગ તથા સેલિંગને લગતી તમામ સુવિધાઓ હવે લોકોને સ્માર્ટફોનમાં જ મળતી થઇ ગઇ છે. જેના કારણે લોકો વધુને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે, જોકે એક રિપોર્ટ પ્રમાણે સ્માર્ટફોન આંખોને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફોનની બ્રાઇટનેસ, ઉંઘતા પહેલા ફોન યૂઝ કરવો વગેરે.


જો તમે સ્માર્ટફોન રાત્રે ઉંઘતા પહેલા કરતા હોય તો ચેતી જાજો. સ્માર્ટફોનની વધુ પડતી બ્રાઇસનેસ અને સતત ફોનનો ઉપયોગ આપણી આંખોને ખરાબ અસર કરી શકે છે. ફોનમાંથી નીકળતો પ્રકાશ સીધો રેટિના પર અસર પહોંચાડે છે. જેના કારણે આંખો જલ્દી ખરાબ થવા લાગે છે. એટલુ જ નહીં ધીમે ધીમે ક્ષમતા પણ ઓછી થવા લાગે છે, અને માથામાં દુઃખાવો વધવા લાગે છે.

આખો દિવસ કામ કર્યા બાદ તમને આરામ નથી મળતો, અને રાત્રે આરામના સમયે જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતો હોય તો સાવધાન. કેમકે આ સમયે તમારી આંખો ડ્રાય થવા લાગે છે, અને સોજો આવી શકે છે. સતત આંખોમાં ખંજવાળ અને સોજો આવતો હોય તો આંખોમાં ખરાબ અસર પડવાનુ માની શકાય છે. એટલે હંમેશા સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરવો જરૂરી છે.



આંખોમાં સતત પાણી આવવા લાગે તો આંખો માટે તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. સ્માર્ટફોનના ઉપયોગથી આંખોના પલકારા મારવાની પ્રૉસેસ ધીમી થઇ જાય છે, અને બાદમાં આંખોની કીકી અને નસો સુકાવવા લાગે છે. આ બધુ થવાથી માથાનો દુઃખાવો પણ વધી જાય છે.