નવી દિલ્હીઃ દુનિયાની નંબર વન ટેક દિગ્ગજ એપલ દર વર્ષની જે પોતાના યૂઝર્સને આ વખતે પણ નવી પ્રૉડક્ટ આપવા જઇ રહી છે. આ વખતે એપલ પોતાની સપ્ટેમ્બર ઇવેન્ટમાં લેટેસ્ટ આઇફોન લૉન્ચ કરી શકે છે.
માઇક્રો બ્લૉગિંગ સાઇટ પરથી જાણવા મળ્યુ છે કે એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં એક ઓનલાઇન ઇવેન્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં લેટેસ્ટ આઇફોનની સાથે મેકબુક અને એપલ વૉચ લૉન્ચ કરી શકે છે.
માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર કરવામાં આવેલા એક ટ્વીટથી જાણવા મળ્યુ છે કે એપલ 8મી સપ્ટેમ્બર માટે એક ઓનલાઇન કાર્યક્રમની યોજના બનાવી રહ્યું છે. અહીં નવા 5G iPhone12 મોડલ, નવી Apple વૉચ અને બીજી કેટલીક પ્રૉડક્સને લૉન્ચ કરી શકે છે. આ ઉપરાંત ટિપસ્ટરે એ પણ કહ્યું કે એપલે 27 ઓક્ટોબર માટે પણ એક કાર્યક્રમ કરવાની યોજના બનાવી છે. અહીં એક આઇપેડ પ્રૉનુ અનાવરણ કરશે. વળી બાદમાં મેકબુકનુ પણ લૉન્ચિંગ થશે.
ટિપસ્ટર iHacktu પ્રૉના ટ્વીટ અનુસાર, Appleની પાસે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માટે બે ખાસ કાર્યક્રમ છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કે 8 સપ્ટેમ્બરે નિશ્ચિત રીતે 5G iPhone 12 મૉડલ લાવવામાં આવી શકે છે. સાથે નવી એપલ વૉચ પણ છે.
એટલે કહી શકાય કે આ વખતે ટેક દિગ્ગજ એપલ પોતાનો નવો આઇફોન 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કરી શકે છે, અને તે 5G iPhone 12 હશે.
Apple એક મહિના બાદ લૉન્ચ કરશે આ ખાસ ટેકનોલૉજી વાળો iPhone, સાથે બીજી કઇ પ્રૉડક્ટ હશે, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 11:51 AM (IST)
માઇક્રો બ્લૉગિંગ સાઇટ પરથી જાણવા મળ્યુ છે કે એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં એક ઓનલાઇન ઇવેન્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં લેટેસ્ટ આઇફોનની સાથે મેકબુક અને એપલ વૉચ લૉન્ચ કરી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -