નવી દિલ્હીઃ ભારતમાં પેગાસસ કેસ બાદ મોબાઇલ અને પર્સનલ ડેટા પર લોકો સવાલો ઉભા કરી રહ્યાં છે, લોકોને ડર છે કે હેકર્સ ગમે તે રીતે કોઇપણ ફોનને હેક કરી શકે છે. પેગાસસ જાસૂસી કાંડની હાલ ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પેગાસસનું સોફ્ટવેર ઘણું એડવાંસ અને પાવરફૂલ છે. આ ઉપરાંત અનેક સ્પાય સોફ્ટવેરથી લોકોને નિશાન બનાવવામાં આવે છે.
હેકિંગને લઇને થયેલા એક રિસર્ચ અનુસાર, મોટાભાગના સ્પાય સોફ્ટવેરથી રિમોટલી તમારા ફોનનું એક્સેસ લઈ લે છે. જે તમારી હોમ સ્ક્રીન પર દેખાતું નથી. અહીં અમને તમને એવી પાંચ વસ્તુઓ બતાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમારો ફોન હેક થઇ શકે છે. જાણો....
મિસ્ડ કોલઃ-
મિસ્ડ કોલ દ્વારા પેગાસસ ટાર્ગેટ બનાવે છે. વર્ષ 2019માં ફેસબુકની મીલિકીની વોટ્સએપમાં એક બાબત સામે આવી હતી. જેની મદદથી સ્પાયવેર એન્ડ્રોયડ કે આઈઓએસ ફોનને માત્ર માટે મિસ કોલ કરીને હેક કરી શકે છે.
ફેક એપ્સઃ-
સાઈબર ક્રિમિનલ્સ અને હેકર્સ માટે આ ઘણી કોમન મેથડ છે. જેના દ્વારા તમારા ફોનને ટાર્ગેટ કરવામાં આવે છે. યૂઝર્સને મેલેશિય્સ એર સ્પાયવેર કે બીજા મેલવેર સાથે ડાઉનલોડ કરાવાય છે. જેમાંથી મોટાભાગની થર્ડ પાર્ટી એપ હોય છે.
વોટ્સએપ, ઈમેલ કે એસએમએસઃ-
વોટ્સએપ, ઈમેલ કે એસએમએસ દ્વારા હેકર્સ મેસેજ કરીને યૂઝર્સને લિંક મોકલે છે. તેના પર ક્લિક કરવાની સાથે ફોનમાં વાયરસ કે સોફ્ટવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. જે યૂઝર્સના પર્સનલ ડેટા ચોરવાની સાથે ડિવાઇસ પર કંટ્રોલ કરી લે છે.
સિમ કાર્ડ સ્વેપઃ-
જ્યારે તમારી પર્સનલ જાણકારી એક્સેસ કરી લે ત્યારે હેકર્સ સિમ કાર્ડ સ્વેપ કરી લે છે. જે બાદ હેકર્સ ટેલીકોમ ઓપરેટર્સ સાથે સંપર્ક કરીને નવું સિમ લઈ લે છે. નવું સિમ આવ્યા બાદ જૂનું સિમ ડિએક્ટિવ થઈ જાય છે.
બ્લૂટૂથ હેકિંગઃ-
ઘણા હેકર્સ બ્લૂટૂથની મદદથી પણ ડિવાઇસ હેક કરે છે. આ માટે તે સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ હેકિંગ મોટાભાગે પબ્લિક પ્લેસમાં થાય છે. પબ્લિક વાઇ ફાઇનો ઉપયોગ કરતાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે