નવી દિલ્હીઃ ભારતમાં વીવો પોતાના યૂઝર્સને વધુ આકર્ષવા માટે વધુ એક મોટો દાંવ રમ્યો છે. કંપનીએ વીવો Y15s (2021)ની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. કંપનીએ ખુદ આની જાહેરાત કરી છે. સ્માર્ટફોનને સિંગાપુરમાં લૉન્ચ કરવાના ચાર મહિના બાદ ભારતમાં લૉન્ચ કર્યો હતો. હેન્ડસેટ એન્ડ્રોઇડ (ગૉ વર્ઝન) પર બેઝ છે, જે એન્ટ્રી લેવલ સ્માર્ટફોન માટે ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની સ્ટ્રીમ લાઇન વર્ઝન છે. આ સ્માર્ટફોનનો મુકાબલો ભારતમાં Realme C31, Samsung Galaxy M12 અને Moto E40 સાથે છે.
Vivo Y15s ની સ્પેશિફિકેશન્સ -
ડ્યૂલ નેનો સિમ પર ચાલનારા Vivo Y15s Android 11 (Go edition) બેઝ્ડ Funtouch OS 11.1ની સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.51- ઇંચની HD+ IPS સ્ક્રીન આપવામાં આવી છે. આમાં MediaTek Helio P35નુ ઓક્ટાકૉર પ્રૉસેસર 3GB રેમની સાથે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આની સાથે 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5,000mAhની બેટરી 10W ચાર્જિંગ સપોર્ટની સાથે આપવામાં આવી છે, ફોનમાં 10 વૉટનુ ચાર્જર સપોર્ટ કરે છે. આનુ કુલ વજન 179 ગ્રામ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 4જી સ્માર્ટફોન છે અને ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે.
કિંમતમાં ઘટાડો -
આ સ્માર્ટફોનને ભારતમાં 10999 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો, આને કંપની મિસ્ટિક બ્લૂ અને ગ્રીન કલરમાં સેલ કરે છે. આને વીવો ઇન્ડિયાના ઇ-સ્ટૉર પરથી ખરીદી શકાય છે. હવે કંપનીએ આની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. ઘટાડા બાદ આની કિંમત 10490 રૂપિયા રહી ગઇ છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે