સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અમે કેન્દ્રીય મૉટર વાહન નિયમ 1989માં ફોર્મ 20માં પરિવર્તન માટે 22 ઓક્ટોબર 2020એ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી વાહનોના રજિસ્ટ્રેશનના સમયે સ્વામિત્વનુ વિવરણ સ્પષ્ટ રીતે નોંધવામાં આવે. આ નિયમ દિવ્યાંગજન માટે વિશેષ લાભદાયક માનવામાં આવી રહ્યુ છે. મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હવે ડૉક્યૂમેન્ટ સ્વાયત્ત નિકાય, કેન્દ્ર સરકાર, ધર્માર્થ ટ્રસ્ટ, ડ્રાઇવિંગ પ્રશિક્ષણ સ્કૂલ, દિવ્યાંગજન, શૈક્ષણિક સંસ્થાન, સ્થાનિક પ્રાધિકરણ, પોલીસ વિભાગ જેવી સીરીઝ અંતર્ગત સ્વામિત્વ વિવરણોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે આ નિયમથી દિવ્યાંગ વ્યક્તિઓની સહાયતા થશે, ખરેખરમાં, મૉટર વાહનોની ખરીદી/સ્વામિત્વ/સંચાલન માટે સરકારની અલગ અલગ યોજનાઓ અંતર્ગત દિવ્યાંગજનને જીએસટી અને અન્ય રિયાસતોને ફાયદો આપવામાં આવી રહ્યો છે. હવે આ નવા ફેરફારોથી દિવ્યાંગજનો યોગ્ય રીતે લાભ મળી શકે તે નક્કી થઇ શકશે.
નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા સકડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના સંજ્ઞાન આવ્યો હતો કે જે લોકો ગાડીના રજિસ્ટ્રેશનમાં હક્ક બરાબર નથી નોંધાવતા. જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓની રિયાયતે આપવામાં મોટી મુશ્કેલી થશે, પરંતુ હવે સરકારના નવા નિયમો બાદ વધુ સ્પષ્ટતા આવશે. જેનો લાભ દિવ્યાંગ લોકોને મળી શકશે.