નવી દિલ્હીઃ સોની પોતાની પ્રીમિયમ પ્રૉડક્ટ્સ માટે જાણીતી છે, કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાના Sony Bravia X75K Smart TVને લૉન્ચ કરી દીધુ છે. બ્રાન્ડના લેટેસ્ટ 4K સ્માર્ટ ટીવી લાઇનઅપ ચાર ડિસ્પ્લે સાઇઝમાં ઉપલબ્ધ છે. આ ટીવીમાં કંપનીએ Sony X1 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જે 10W ના સ્પીકર અને 2K રિઝૉલ્યૂશન વાળી સ્ક્રીન આપી છે, આ ફેસિલિટી તમારા ઘરના હૉલને બિલકુલ સિનેમા જેવો જ બનાવી દેશે. 


નવુ ટીવી ગૂગલ ટીવી પર કામ કરે છે, અને આમાં ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ટીવીમાં તમને ક્રૉમકાસ્ટ, એર પ્લે અને હૉમ કિટ પણ મળે છે. જાણો શું છે આ સ્માર્ટ ટીવીમાં ખાસ.........  


કિંમત અને ઉપલબ્ધતા -
Sony BRAVIA X75K સોની ટીવીના 34 ઇંચના મોડલની કિંમત રૂ. 55,990 અને 50-ઇંચના મોડલની કિંમત રૂ. 66,990 છે. તે ભારતમાં તમામ સોનીના સેન્ટરો અને અગ્રણી ઈલેક્ટ્રોનિક સ્ટોર્સ પર મળી રહે છે. આ સિવાય ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી માટે પણ ઉપલબ્ધ છે. 55ઇંચ અને 65 ઇંચના મોડલની કિંમત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


સ્પેશીફિકેશન અને ફિચર્સ
તેનું ડિસ્પ્લે એક LED પેનલ છે જે HDR10 સપોર્ટ સાથે 4K રિઝોલ્યુશન ધરાવે છે. ડિસ્પ્લેમાં લાઈવ કલર ટેક્નોલોજી છે જે વધુ સરળ અને આબેહૂબ રંગો અને મોશન ફ્લો એક્સઆર ટેકનીક નિર્માણ કરે છે. જે ઝડપી ગતિશીલ દ્રશ્યો દરમિયાન પણ વિગતોને સરળ અને તીક્ષ્ણ રાખે છે. BRAVIA X75K માં 2કે અપસ્કેલ માટે xReality PRO ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. 1080p સુધી 4K રિઝોલ્યુશન પણ કરે છે. સ્માર્ટ ટીવીમાં શક્તિશાળી બાસ રિફ્લેક્સ સ્પીકર્સ છે જે હાઈક્વોલિટી ઓડિયો આપે છે. ડો્લી સાઉન્ડ પણ મળે છે. 4K પ્રોસેસર સાથે 16 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તે Android TV ઓએસ પર કામ કરે છે. તેને ગુગલ પ્લે સ્ટોર, વોઈસ આસિસ્ટન્ટ સપોર્ટ કરે છે. એક ક્રોમ કાસ્ટ પણ છે જેનાથી યુઝર્સ તેમના મનપસંદ વીડિયો, ગેમ્સ અને એપ્સને તેમના સ્માર્ટફોન અથવા ટેબ્લેટથી સીધા તેમના ટીવી પર સ્ટ્રીમ કરી શકે છે.


ડિસ્પ્લે ઓફ મોડ કરીને ટીવીને સ્ટેન્ડ બાય રાખ્યા વિના ડિસ્પ્લે બંધ કરી દે છે. ડિસ્પ્લે ઓફ મોડમાં ઓડિયો ચલાવી શકો છો. યુઝર્સ આ મોડનો ઉપયોગ તમારા ટીવીને સ્પીકરમાં બદલવા માટે પણ કરી શકો છો. આ સિવાય સ્માર્ટ ટીવીમાં કનેક્ટિવીટીના અનેક વિકલ્પ છે. વાઈફાઈ 5, બ્લૂટૂથ 5.0, એચડીએમઆઈ પોર્ટ, બે યુએસબી પોર્ટ, એક આરએફ પોર્ટ, એક ઈથરનેટ પોર્ટ, અને બીજું પણ ઘઉં બધું આ ટીવીમાં છે.