નવી દિલ્લી: ઈંસ્ટેટ મેસેઝિંગ એપ વૉટ્સએપ પર તમે તમારા મિત્રોને ફોટોઝ સેંડ તો કરતા જ હશો. વૉટ્સએપમાં હાલ એક સાથે 10થી વધુ ફોટો સેંડ કરવાની સુવિધા નથી. એનો મતલબ યૂઝર્સને 50 ફોટો સેંડ કરવા છે, તો તેને 10-10 કરીને ફોટો સિલેક્ટ કરવા પડશે. તમને જણાવી દઈએ કે YouTube પર હાલના દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, તેમાં એક સાથે ઘણા ફોટો એક સાથે મોકલી શકાય છે. શું છે આ વીડિયોમાં? આ વીડિયો 18 જાન્યુઆરી, 2016એ YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં Lucky Patcher એપ મારફતે વોટ્સએપ પર 10થી વધુ ફોટો સેંડ કરી શકાય છે. તેમાં અમુક સેટિંગની મદદથી યૂઝર ફોટો સેંડ કરવાનું કામ આસાનીથી કરી શકે છે. કેવી રીતે કરશો 10થી વધુ ફોટો સેંડ? 1. સૌથી પહેલા પોતાના ફોનમાં Lucky Patcher એપની Apk ફાઈલ ડાઉનલોડ કરી ઈંસ્ટૉલ કરો. 2. હવે આ એપને ઓપન કરો અને ફરી એપમાંથી વૉટ્સએપને ઓપન કરો. અહીં તમને ઘણા બધા ઑપ્શન જોવા મળશે. 3. હવે આ ઑપ્શનમાંથી Open Menu of Patches પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી Create Modified APK Fileનું નવું ઓપ્શન આવશે. એના પર ક્લિક કરી દો.. 4. તમારા સામે એક નવી વિંડો ઓપન થશે. અહીં ઘણા ઑપ્શન્સ આપવામાં આવ્યા હશે. અહીં CustomPatch-applied .apk વાળા ઑપ્શન પર ક્લિક કરી દો. 5. હવે સ્ક્રીન પર Apk ફાઈલ બનાવવાનો મેસેઝ આવશે, અહીં તમે એપ્લાય કરો. તેના પછી Patching શરૂ થઈ જશે. 6. એ વાતનું ધ્યાન રાખો કે પ્રોસેસ પુરી થવામાં થોડોક સમય લાગી શકે છે. 7. પ્રોસેસ પુરી થયા પછી લૉંચ એપ પર ક્લિક કરો. અહીં એક મેસેઝ આવશે, તેમાં OK પર ટેપ કરી દો.. 8. હવે તમારી સામે વોટ્સએપ એકાઉંટ ઓપન થઈ જશે. અહીં જે ફોટોને સેંડ કરવાના હોય તેના કૉન્ટેક્સ પર ટેપ કરો અને જે ફોટા મોકલવાના છે તેને સિલેક્ટ કરો.. 9. અહીંથી તમે 40થી વધુ વધારે ફોટો એક સાથે મોકલી શકો છો. તમને જણાવી દઈએ કે વોટ્સએપના આ ફીચરને અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ ટેકનિકથી તમે વોટ્સએપ પર ઘણા ફોટોઝને એક સાથે સેંડ કરી શકો છો.