OnePlus Pad : OnePlus 7 ફેબ્રુઆરીએ તેની ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં કંપનીનું પહેલું ટેબલેટ (OnePlus Pad) સામેલ છે. આ ઉપરાંત કંપની સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને બડ્સ પણ લોંચ કરવા જઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં આ આયોજન કરવામાં આવ્યું છે. લેટેસ્ટ ટ્વીટમાં કંપનીએ ખુલાસો કર્યો છે કે, તે તેના ટેબલેટને મેગ્નેટિક કીબોર્ડ અને સ્ટાઈલસ પેન માટે સપોર્ટ સાથે લોન્ચ કરશે. આવો જાણીએ વિગતો.


લેટેસ્ટ વિડિયો ટીઝરમાં OnePlusએ તેના આગામી ટેબલેટની ડિઝાઇન જાહેર કરી છે. ટીઝર દર્શાવે છે કે, OnePlus Pad પાછળ OnePlus બ્રાન્ડિંગ સાથે લીલા રંગના વિકલ્પમાં ઉપલબ્ધ હશે. જો કે, તે વધુ કલર વેરિઅન્ટમાં આવવાની ધારણા છે. તેમાં સિંગલ રિયર કેમેરા અને LED ફ્લેશ મળી શકે છે.






વનપ્લસ પૅડની કિંમત અને વિશિષ્ટતાઓ


OnePlusનું ફર્સ્ટ-ઇવન ટેબલેટ 11.6-ઇંચ ડિસ્પ્લે સાથે આવે તેવી અપેક્ષા છે. રેન્ડર મુજબ તે મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે આવી શકે છે. કંપનીએ તેના સ્પેક્સ વિશે વધુ જાહેર કર્યું નથી પરંતુ ટેબ્લેટ Qualcomm Snapdragon 865 SoC અને 6GB સુધીની RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે તેવી અપેક્ષા છે. કિંમતની વાત કરીએ તો ચીનમાં ટેબલેટની કિંમત CNY 2,999 (લગભગ 34,500 રૂપિયા) હોવાનો અંદાજ છે.


Lenovo Tab P11 5G લૉન્ચ


Lenovoએ ભારતમાં તેનું 5G ટેબલેટ Lenovo Tab 11 લોન્ચ કર્યું છે. કંપનીએ તેને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. પહેલુ 128GB જેની કિંમત 29,999 રૂપિયા છે અને બીજા 256GBની કિંમત 34,999 રૂપિયા છે. તમે Lenovo Tab P11 5G ને ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Lenovoના ઓફિશિયલ સ્ટોર પરથી ખરીદી શકો છો.


 


OnePlus : OnePlus Pad ક્યારે થશે લોંચ તેને લઈ થયો ખુલાસો, સાથે આવશે અનેક 'ગિફ્ટ'


પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટેની લોકપ્રિય કંપની OnePlusએ 7 ફેબ્રુઆરીએ ક્લાઉડ 11 ઇવેન્ટની જાહેરાત કરી છે. આ ઈવેન્ટમાં કંપની સેમસંગ જેવા ઘણા ડિવાઈસ રજૂ કરવા જઈ રહી છે. સેમસંગની ઇવેન્ટ 1 ફેબ્રુઆરીના રોજ છે. સૌ પ્રથમ ચાલો OnePlus વિશે વાત કરીએ. ત્યાર બાદ તેની ક્લાઉડ 11 ઇવેન્ટમાં કંપની OnePlus 11 5G, OnePlus 11R 5G સ્માર્ટફોન્સ, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds Pro 2 અને OnePlus Mechanicalનું ભવ્ય લોન્ચિંગ કરવા જઈ રહી છે. 


આ લિસ્ટમાં બીજું નામ ઉમેરાયું છે તે છે OnePlus Pad. જો તમે નવું પેડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઇવેન્ટ તમારા માટે પણ ખાસ બની જશે.