WhatsApp Update : WhatsApp તેના પ્લેટફોર્મને વધુ સારું અને વધુ અનન્ય બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હાલમાં જ વોટ્સએપ પર આવતા ઘણા ફીચર્સ અને અપડેટ્સની માહિતી સામે આવી છે. જેમ કે વોટ્સએપે આગામી અપડેટ્સની યાદી બનાવી છે. આ લિસ્ટમાં WhatsApp સ્ટેટસ અપડેટ્સને Facebook પર સ્ટોરી તરીકે શેર કરવાની સુવિધા અને ચેટ્સને લૉક કરવાની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. હવે નવા રિપોર્ટમાં માહિતી મળી છે કે મેસેજિંગ એપ યૂઝરના સ્માર્ટફોનમાં નવા કોન્ટેક્ટ સેવ કરવાની રીતમાં મોટા ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. ચાલો સમાચારમાં જાણીએ કે આ મોટો બદલાવ શું હશે?



મેનેજ કંટેન્ટ વિથિન વોટ્સઅપ

નવા ફીચરનું નામ મેનેજ કોન્ટેક્ટ ઇન વોટ્સએપ છે. નામ સૂચવે છે તેમ આ સુવિધા યુઝર્સને પ્લેટફોર્મ છોડ્યા વિના નવા સંપર્કોને સાચવવા અને હાલના સાચવેલા સંપર્કોમાં ફેરફાર કરવાની સુવિધા આપશે. WABetaInfoએ નવા ફીચર વિશે માહિતી આપી છે. રિપોર્ટમાં શેર કરાયેલા સ્ક્રીનશોટમાં નવું ફીચર યુઝર્સને સીધા જ WhatsApp એપમાં કોન્ટેક્ટ એડ કરવાની મંજૂરી આપે છે. હવે તમારે કોન્ટેક્ટ સેવ કરવા માટે પ્લેટફોર્મની બહાર જવાની જરૂર નથી.

અત્યાર સુધી સંપર્કો કેવી રીતે સાચવવામાં આવે છે?

અત્યાર સુધી, જો કોઈ વપરાશકર્તા WhatsApp પર કોઈ નવા વ્યક્તિને મેસેજ કરવા માંગતો હતો તો તેણે WhatsAppમાંથી બહાર નીકળીને ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં નંબર સેવ કરવો પડતો હતો. ત્યાર બાદ WhatsAppને રિફ્રેશ કરવાનું રહેશે. રિફ્રેશ કર્યા બાદ તે વ્યક્તિની વિગતો WhatsApp પર દેખાશે. આ પ્રક્રિયા અમુક સમયે ખૂબ જ નિરાશાજનક બની શકે છે. હવે WhatsApp આ સમસ્યાને ઠીક કરવા માંગે છે. કંપની નવી સુવિધાઓ પર કામ કરી રહી છે.

અપડેટ ક્યારે રિલીઝ થશે?

હાલમાં કંપની મર્યાદિત વપરાશકર્તાઓ સાથે આ સુવિધાનું પરીક્ષણ કરી રહી છે. તેથી ફક્ત તે વપરાશકર્તાઓ જ તેને ઍક્સેસ કરી શકે છે જેમણે Android પર WhatsAppની મોબાઇલ એપ્લિકેશનનું બીટા સંસ્કરણ ડાઉનલોડ કર્યું છે. આ ફીચર તમામ લોકો માટે ક્યારે શરૂ થશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી. જો તમે બીટા યુઝર છો તો તમે આ ફીચરને વોટ્સએપના કોન્ટેક્ટ લિસ્ટમાં ચેક કરી શકો છો. 


Ayodhya : 'મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાંયેગે' કહેનારાઓને એકનાથ શિંદેએ ઝીંક્યો તમાચો


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ શિંદેએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના નિર્માણ પર શંકા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સીએમ એકનાથ શિંદે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.


મંદિર ત્યાં જ બનશે પણ...


મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વિચારતો હતો કે રામ મંદિર કેવી રીતે બનશે? પહેલા કેટલાક લોકો કહેતા હતા કે, મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌકોઈને ખોટા પાડ્યા  અને રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.