આ ફોનમાં નહીં ચાલે FAU-G ગેમ....
દેસી PUBG એટલે કે FAU-G ગેમ એન્ડ્રોઇડ 8 કે તેનાથી ઉપરના અપગ્રડેડ વર્ઝનને જ સપોર્ટ કરશે. જો તમે એન્ડ્રોઇડ 8થી જુની ઓપરેટિંગ સિસ્ટમ વાળો સ્માર્ટફોન યૂઝ કરો છો તો તમારા સ્માર્ટફોનમાં FAU-G ગેમ ડાઉનલૉડ નહીં થઇ શકે. સાથે FAU-G ગેમ iOS બેઝ્ડ iPhone અને iPads માટે રજિસ્ટ્રેશન માટે અવેલેબલ નહીં થાય. કંપની FAU-Gના યૂઝર્સ પાસેથી પ્રાઇવેટ ડેટા એક્સેસ કરી શકે છે. આ ડેટામાં યૂઝર્સનુ નામ અને બીજી ડિટેલ્સ સામેલ હોઇ શકે છે.
Fearless and Unites Guards FAU-Gએ લૉન્ચના પહેલા જ દિવસે ધમાલ મચાવી દીધી છે. પહેલા જ દિવસે આ ગેમને 10 લાખથી વધુ લોકો ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટૉર પર FAU-Gને 4.1 રેટિંગ મળ્યુ છે. આ ગેમને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે લૉન્ચ કરવામાં આવી હતી. લૉ પહેલા જ આના પ્રી-રજિસ્ટ્રેશને 50 લાખથી વધુના આંકડાને પાર કરી લીધો હતો.
શું છે FAU-G અને PUBGમાં અંતર....
FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી.
ત્રણ ભાષાઓમાં થઇ લૉન્ચ.....
FAU-G ગેમને અત્યારે ઇંગ્લિશ, હિન્દી અને તામિલ ત્રણ ભાષાઓમાં જ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીનુ કહેવુ છે કે બહુ જલ્દી આ ગેમ બીજી ભાષાઓમાં પણ અવેલેબલ થશે. આની સાઇઝ 460MBની છે. આ ગેમનુ પ્રમૉશન એક્ટર અક્ષય કુમાર કરી રહ્યો છે. તેને આ ગેમને લઇને ટ્વીટર પર એક વીડિયો અને ડાઉનલૉડ લિંક પણ શેર કરી છે.
સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે આ ગેમ
FAU-G ગેમ સિંગલ પ્લેયર મૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, પરંતુ બહુ જલ્દી આમાં રૉયલ બેટલ મૉડ અને મલ્ટી યૂઝર મૉડ પણ સામેલ કરવામાં આવી શકે છે. FAU-Gમાં લદ્દાખમાં ચીનના સૈનિકો અને ભારતીય ફૌજીઓની લડાઇ હશે. આ ગેમ દ્વારા યૂઝર્સ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો વિરુદ્ધ જંગ લડી શકશે. ગેમની શરૂઆતમાં હાલ ત્રણ કેરેક્ટર આપવામાં આવી રહ્યાં છે. તમે આ ત્રણેય કેરેક્ટર્સને પોતાની પસંદ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો.
ગેમમાં છે ત્રણ મૉડ
FAU-G ગેમમાં અત્યારે ત્રણ મૉડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર ફક્ત કેમ્પેઇન મૉડ યૂઝર્સને મળી રહ્યો છે. FAU-G ગેમને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે, જેના માટે તમારે FAU-G ટાઇપ કરીને સર્ચ કરવુ પડશે. જે યૂઝર્સે આને પ્રી-રજિસ્ટર્ડ કરી છે, તે આમ જ ડાઉનલૉડ કરી શકે છે.
FAU-G નો શું છે ચાર્જ....
પબજીને ટક્કર આપવા માટે ભારતમાં જે ગેમ લૉન્ચ કરવામાં આવી છે, તેના માટે યૂઝર્સે રૂપિયા ચૂકવવા પડી શકે છે. FAUG ગેમ ભારતમાં ફ્રી લૉન્ચ કરવામાં આવી છે. તમે આને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી બિલકુલ ફ્રી ડાઉનલૉડ કરી શકો છો. જોકે FAU-G ગેમની આ એપ્સ અપગ્રેડ માટે તમારે પે કરવુ પડશે. યૂઝર્સ આ માટે 19, 149, 299, 599, 1299 અને 2999 રૂપિયા સુધી આપવા પડી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો ભારતના વીર ફંડમાં આપવામાં આવશે.
(પ્રતિકાત્મક તસવીર)