નવી દિલ્હીઃ ભારતમાં હવે ધીમે ધીમે એન્ડ્રૉઇડ ટીવીની હોડ લાગી છે. થૉમસને હવે એન્ડ્રૉઇડ સીરીઝમાં પોતાની સૌથી સસ્તી ટીવી લૉન્ચ કરી દીધી છે. થૉમસને એન્ડ્રૉઇડ ટીવીના કેટલાય મૉડલો લૉન્ચ કર્યા છે. આ ટીવી કંપનીએ ગૂગલ સાથે મળીને ડેવલપ કરી છે. આ લિસ્ટમાં 32 ઇંચથી લઇને 55 ઇંચની ટીવી સામેલ છે.


Thomson Path 9A અને 9R TVના સ્પેશિફિકેશન્સ
થૉમસનેની Path લાઇનઅપ ટીવીને 9A અને 9R બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. 9A એચડી રેડી અને ફૂલ એચડી ટીવી છે. જ્યારે 9R 4K ટીવી છે. 9Aમાં કંપનીએ 32 ઇંચ HD Path, 32 ઇંચ HD બેઝલલેસ, 40 ઇંચ ફૂલએચડી અને 43 ઇંચ ફૂલ એચડી સામેલ છે.

આ ઉપરાંત 9R રેન્જમાં 43 ઇંચ 4K Path, 50 ઇંચ 4K Path અને 55 ઇંચ 4K Path ટીવી લૉન્ચ કરવામાં આવી છે. આ ટીવી સીરીઝ એન્ડ્રૉઇડ 9 પર બેઝ્ડ છે. આમાં તમને પ્લે સ્ટૉરનુ એલિક્સ પણ સળી શકે છે. ટીવીમાં ક્રૉમક્રાસ્ટ બિલ્ટ ઇન છે, અને સ્ટ્રીમિંગની મજા પણ લઇ શકાય છે. આમાં વાઇડ વ્યૂઇંગ માટે એક IPS પેનલ આપવામાં આવી છે. 4K રિઝૉલ્યૂશન વાળી 9R ટીવીમાં HDR સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.



Thomson Path 9A AND 9R TVની કિંમત
થૉમસન 9A અને 9R સીરીઝ ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી વેચાણ માટે અવેલેબલ થશે. 9A સીરીઝની 32 ઇંચ HD Path ની કિંમત 10,999 રૂપિયા છે. 32 ઇંચ એચડી બેઝલલેસ 11,499 રૂપિયા, 40 ઇંચ ફૂલ HD અને 43 ઇંચ ફૂલ HD ટીવી 16,499 રૂપિયા અને 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. 9R સીરીઝમાં 43 ઇંચ 4K Path ની કિંમત 21,999 રૂપિયા, 50 ઇંચ 4K Pathની કિંમત 25,999 રૂપિયા અને 55 ઇંચ 4K Path ટીવી 29,999 રૂપિયા સુધીની છે.