નવી દિલ્હીઃ આજકાલ યુવાઓની વચ્ચે જે એપની સૌથી વધુ ચર્ચા છે તે ટિકટૉક એપ છે. આ એપનો ડેવલૉપર બાઇટડાન્સ છે. હવે એ રિપોર્ટ આવી રહ્યાં છે કે, કંપની ટુંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, બાઇટડન્સ પહેલાથી જ ટિકટૉક, ન્યૂઝ રિપબ્લિક અને બીજા કેટલીક પ્રીલૉડેડ એપ્સની સાથે આવશે, સાથે સ્ટ્રીમિંગ સર્વિસની સાથે પણ આવી શકે છે.

બાઇટડાન્સના સીઇઓ જેન્ગ યિમિંગનુ આ જુનુ સપનું હતુ કે હવે તે પોતાનો એક સ્માર્ટફોન લૉન્ચ કરે. ચીની કંપની અને સ્માર્ટફોન બનાવનારી કંપની Smartisanએ કન્ફોર્મ કર્યુ છે કે, બન્ને કંપનીએ વચ્ચે ડીલ થઇ ચૂકી છે, અને ટુંકસમયમાં તો પોતાનો સ્માર્ટફોન લૉન્ચ કરશે.

રિપોર્ટમાં પણ કહેવાયુ છે કે, ફેસબુક અને અમેઝોન પણ પોતાના સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, જેમાં કેટલીક એપ્સ પ્રીલૉડેડ હતી. જોકે બાદમાં બન્ને કંપનીએ આ પ્રૉડક્ટથી હટી જવું પડ્યુ કેમકે માર્કેટમાં કંઇક ખાસ ધાક જમાવી શક્યુ નહીં.

એટલે હવે ટિકટૉકે બહુજ સમજી વિચારીને પોતાનો સ્માર્ટફોન લૉન્ચ કરવો પડશે, કેમકે અનેક કંપનીએ આ રીતે આવીને પાછી ચાલી પણ ગઇ છે.