TRAI Cheaper Recharge Plans: આજકાલ સ્માર્ટફોન લગભગ તમામ લોકોના હાથમાં પહોંચી ગયો છે. પરંતુ મોંઘા રિચાર્જ પ્લાન્સે લોકોને ખૂબ પરેશાન કર્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ટ્રાઈ (TRAI) એ એક નવો પ્લાન તૈયાર કર્યો છે જેનાથી લોકોને સસ્તા પ્લાન્સ પણ મળી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા ડેટા વગરના પ્લાન્સ માટે પણ લોકોએ વધુ પૈસા ચૂકવવા પડતા હતા પરંતુ હવે એવું નહીં રહે. ચાલો જાણીએ શું છે ટ્રાઈનો નવો પ્લાન.

 

આ છે TRAI નો નવો પ્લાન

તમારી માહિતી માટે જણાવી દઈએ કે વર્તમાન સમયમાં કોલ અને SMS વાળા પ્લાન લિમિટેડ વેલિડિટી સાથે આવે છે. હવે જો નવો નિયમ લાગુ થાય છે, તો જે કંપનીઓ પાસે 7, 28, 56 અને 84 દિવસની વેલિડિટીવાળા ડેટા પ્લાન ઉપલબ્ધ છે, તેમણે આ જ વેલિડિટી સાથે વૉઇસ-ઓન્લી (માત્ર કોલિંગ) અને SMS-ઓન્લી પ્લાન પણ લોન્ચ કરવા પડશે. આનાથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકશે અને ફાલતુ ડેટા માટે વધારાના પૈસા પણ ચૂકવવા નહીં પડે.

આ પણ વાંચો...Best Laptops For Startups: નવા સ્ટાર્ટઅપ માટે આ લેપટૉપ છે ટેકીઝની પહેલી પસંદ, અહીં જુઓ પુરેપુરી લિસ્ટ

ડેટા વગરના પ્લાન્સ થશે સસ્તા

મીડિયા રિપોર્ટ અનુસાર, TRAI નું કહેવું છે કે જે યુઝર્સને મોબાઈલ ડેટાની જરૂર નથી, તેમને માત્ર કોલિંગ અને SMS માટે અલગ પ્લાન પસંદ કરવાનો ઓપ્શન મળવો જોઈએ. તમને જણાવી દઈએ કે અત્યારે લોકોને મજબૂરીમાં એવા પ્લાન લેવા પડે છે જેમાં લોકોને ડેટા મળે છે, પરંતુ તે ડેટાની યુઝરને કોઈ જરૂર હોતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને TRAI એ આ નવો પ્રસ્તાવ આપ્યો છે કે ટેલિકોમ કંપનીઓ ડેટાવાળા પ્લાનની સાથે સમાન વેલિડિટીવાળા માત્ર વૉઇસ અને SMS પ્લાન પણ રજૂ કરે.

આ યુઝર્સને થશે ફાયદો

હવે આ નવા પ્લાનથી એવા યુઝર્સને સૌથી વધુ ફાયદો થશે જેઓ ડેટા વગરના પ્લાન્સનો ઉપયોગ કરવા માંગે છે અથવા તો ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય આ પ્લાન્સ એવા યુઝર્સ માટે પણ ફાયદાકારક સાબિત થશે જેઓ પોતાનું બીજું સિમ કાર્ડ પણ એક્ટિવ રાખવા માંગે છે. એટલા માટે જો ટ્રાઈનો આ નવો પ્લાન લાગુ થશે, તો ડેટા વગરના પ્લાન્સને પસંદ કરનારા યુઝર્સને ઘણો ફાયદો થશે.

કેટલા સસ્તા થશે પ્લાન

TRAI ના જણાવ્યા અનુસાર, ડેટા વગરના પ્લાન્સની કિંમતોમાં અંદાજે 50 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે. જણાવી દઈએ કે અત્યારે જે પણ પ્લાન્સ ઉપલબ્ધ છે તેમાં સૌથી વધુ કિંમત ડેટાની હોય છે. હવે જ્યારે ડેટા જ નહીં રહે, તો કિંમત પહેલાની સરખામણીમાં ઘણી હદ સુધી ઓછી થઈ જશે.