નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ભારતમાં ખુબ પૉપ્યુલર છે. દરેકના મોબાઇલમાં વૉટ્સએપ ઇન્સ્ટૉલ્ડ હોય છે. વૉટ્સએપ મેસેજ સેન્ડિંગ માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે કોઇ મેસેજ આવે છે ત્યારે તેને વાંચ્યા પછી બ્લૂ ટિકનુ ટિક સેન્ડર પાસે પહોંચી જાય છે. આનાથી સેન્ડરને ખબર પડી જાય છે કે રિસીવરે મેસેજ વાંચી લીધો છે.

પણ ઘણીવાર એવુ બને છે કે આપણે મેસેજ વાંચવા પણ માંગીએ છીએ અને એવુ પણ ઇચ્છીએ છીએ કે રિસીવર પાસે બ્લૂ ટિક સાઇન ના દેખાય. આજે અમે તમને એવી જ ટ્રિક બતાવીશું, જેનાથી તમે મેસેજ વાંચી પણ લેશો અને બ્લૂ ટિક પણ નહીં જાય.



મેસેજને સિક્રેટલી વાંચવાની ટ્રિક.....
ફોનની સ્ક્રીન પર વૉટ્સએપ મેસેજનો વેટ કરો
હવે તમે નૉટિફેક્શનમાં મળેલા મેસેજ પર વધુ વાર સુધી દબાવી રાખો
આમ કરવાથી મેસેજ સ્ક્રીન પર ખુલી જશે, અને તમે અહીંજ આખો મેસેજ વાંચી શકો છો
આ ટ્રિકને અજમાવવા માટે તમારે વૉટ્સએપ ઓપન નહીં કરવુ પડે
સાથે જ સેન્ડરની પાસે બ્લૂ ટિક પણ નહીં જાય

ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ એપ્લિકેશન ભારતમાં ખુબ પૉપ્યુલર છે, અને યૂઝર્સ પોતાના મેસેજ, તસવીરો અને વીડિયો ખાસ કરીને વૉટ્સએપ પર જ સેન્ડ કરતા હોય છે.