ગુરુવારે સવારે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ડાઉન થઈ ગયું. તમામ યુઝર્સને લોગિન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગિન કરે છે ત્યારે એરર મેસેજ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર પર સવારે 7:13 વાગ્યાથી યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.






Downdetectorને ટાંકીને અલ ઝઝીરાના રિપોર્ટ અનુસાર, સવારે 7.30 વાગ્યા સુધી 8,700 યુઝર્સે તેમની સમસ્યાઓ જણાવી હતી. જ્યારે યુઝર્સ ટ્વિટર પર લોગિન કરે છે ત્યારે આ પ્રકારનો એરર મેસેજ દેખાય છે.



2022/12/29/d0e48a426ce287d9fa2faad5803d5a9e167228147232574_original.jpg" />


દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર અને નાગપુર જેવા મોટા શહેરોમાં આ સમસ્યા સામે આવી રહી છે. લખનઉ, કોલકાતા અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુઝર્સને અસર થઈ છે. યુઝર્સ ડાઉનડિટેક્ટરના કોમેન્ટ બોક્સમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.


11 ડિસેમ્બરે પણ ટ્વિટર ડાઉન હતું


આ પહેલા 11 ડિસેમ્બરે ટ્વિટર ડાઉન હતું. ઘણા યુઝર્સે ટ્વિટર કામ ન કરવા અંગે માહિતી આપી હતી. ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે તેઓ તેમની ટાઈમલાઈન રિફ્રેશ કરવામાં સક્ષમ નથી. જ્યારે કેટલાકના ખાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે તે ફક્ત એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર જ ડાઉન છે. કેટલાકે દાવો કર્યો હતો કે એપ કેટલાક નેટવર્ક પર કામ કરી રહી છે.


લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો


એક યુઝરે લખ્યું, 'ટ્વિટર આજે ફરી નથી ખુલી રહ્યું. એક મહિનામાં ચોથી વખત મારી સાથે આવું બન્યું છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે એલન મસ્ક તમે શું કર્યું. અન્ય એક યુઝર્સે લખ્યુ હતું કે ટ્વિટર સાથે શું થઈ રહ્યું છે. હોમ પેજ લોડ થઇ રહ્યું નથી.


ઉલ્લેખનીય છે કે અબજોપતિ એલન મસ્કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં 44 અબજ ડોલરમાં ટ્વિટરને હસ્તગત કર્યું હતું. ત્યારથી તે ટ્વિટર બ્લુમાં તેને પેઇડ સેવા બનાવવા સહિત ઘણી નવી સુવિધાઓ લાવવા પર કામ કરી રહ્યા છે. ટ્વિટર વિવિધ કેટેગરીઝ માટે વિવિધ રંગોમાં વેરિફાઈડ ફીચર પણ બહાર પાડી રહ્યું છે.