ટ્વીટર એકાએક ડાઉન થઇ જતાં લાખો યૂઝર્સ ગભરાયા, તો કંપનીએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Oct 2020 09:07 AM (IST)
કંપનીએ કહ્યું- અમારી ઇન્ટર્નલ સિસ્ટમમાં કોઇ ખરાબી આવી ગઇ છે, જોકે, હજુ સુધી હેકિંગ જેવી કોઇ વાત સામે આવી નથી
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર ડાઉન થઇ ગયુ છે, લાખો યૂઝર્સ પોતાના એકાઉન્ટનુ અપડેટ નથી જોઇ શકતા. ટ્વીટરે આ પ્રૉબ્લમ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું- અમારી ઇન્ટર્નલ સિસ્ટમમાં કોઇ ખરાબી આવી ગઇ છે, જોકે, હજુ સુધી હેકિંગ જેવી કોઇ વાત સામે આવી નથી. ટ્વીટર સપોર્ટે ટ્વીટ કરીને આપી જાણકારી ટ્વીટર સપોર્ટે એક ટ્વીટ કરીને જણાવ્યુ કે, તમારામાંથી કેટલાય લોકોના ટ્વીટર ડાઉન થઇ ગયા છે. અમારી ઇન્ટર્નલ સિસ્ટમમાં કોઇ પ્રૉબ્લમ હતો, સમસ્યાને ઠીક કરવાનુ કામ અને પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, આ સમસ્યા કોઇ હેકિંગ કે સુરક્ષામાં એટેક કરવાના કારણે નથી થઇ રહી. પહેલા પણ અનેકવાર આવી ચૂકી છે આવી સમસ્યાઓ ઉલ્લેખનીય છે કે આ પહેલા કેટલીય વાર ટ્વીટર ડાઉન થયુ છે, એટલુ જ નહીં ટ્વીટર કેટલીય વાર હેકિંગ અને એટેક જેવી સમસ્યાઓ સામે ઝઝૂમ્યુ છે. ટ્વીટરનો ઉપયોગ દેશ અને દુનિયામાં મોટી મોટી હસ્તીઓ કરે છે, ટ્વીટરની સ્થાપના 21 માર્ચ, 2006ના રોજ થઇ હતી.