Year End 2021 : વર્ષ 2021ને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. હવે કેટલાક દિવસ રહી ગયા છે જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. કોરોના મહામારી વચ્ચે આપણામાંથી ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણો  સમય પસાર કર્યો. અનેક પળો યાદગાર બની ગયા છે. ટ્વિટરના વાર્ષિક આંકડાઓ જાહેર કરાયા છે. આવો જાણીએ કેટલાક મહત્વના ટ્વિટ જેને લાખો લોકોએ વર્ષ 2021માં ખૂબ પસંદ કર્યા છે.


2021નું સૌથી પસંદગીનું ટ્વિટ



ટ્વિટર સાઇટના સતાવાર બ્લોગ અનુસાર 2021માં માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલું ટ્વિટ જો બાઇડેનનું છે. જે 20 જાન્યુઆરી 2021માં અમેરિકાના 46મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા બાદ કરવામાં આવ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે આ અમેરિકામાં એક નવો દિવસ છે. જેને અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધુ લાઇક મળ્યા છે.




વર્ષ 2021માં બીજું સૌથી પસંદગીનું ટ્વિટ


વર્ષ 2021માં બીજુ સૌથી પસંદ કરવામાં આવેલા ટ્વિટ ટ્વિટરનું સતાવાર એકાઉન્ટ પરથી કરાયું હતું. ચાર ઓક્ટોબરના રોજ પોસ્ટને અત્યાર સુધી 33  લાખ લાઇક્સ મળ્યા છે.


સાઉથ કોરિયાના સિંગર ટ્વિટ




વર્ષ 2021માં સૌથી વધુ પસંદ કરવામાં આવેલા ટ્વિટના લિસ્ટમાં ત્રીજા નંબર પર સાઉથ કોરિયાના સિંગર Jungkookનું ટ્વિટ છે. સિંગરે એક બેડના ફ્રેમની સામે એક  સેલ્ફી પોસ્ટ કરી હતી. 25 જાન્યુઆરીએ કરાયેલી આ પોસ્ટને 3.2 મિલિયનથી વધુ લાઇક્સ મળ્યા છે.




બરાક ઓબામાનું ટ્વિટ



વર્ષ 2021માં સૌથી વધુ પસંદ કરાયેલા ટ્વિટની યાદીમાં ચોથા નંબર પર પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું ટ્વિટ આવે છે. જેમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે મારા મિત્ર, રાષ્ટ્રપતિ  જો બાઇડેનને અભિનંદન. આ તમારો સમય છે. આ ટ્વિટરને 2.7 મિલિયનથી વધુ લાઇક્સ મળ્યા છે.




સૌથી પસંદગીનું પાંચમું ટ્વિટ


સૌથી વધુ પસંદ કરાયેલા ટ્વિટની યાદીમાં પાંચમું ટ્વિટ અમેરિકન રાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત છે. પાંચમા સૌથી વધુ પસંદ કરાયેલું ટ્વિટ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસનું છે. જેમાં તેમણે લખ્યું હતું કે સેવા માટે તૈયાર. 20 જાન્યુઆરી 2021ના રોજ પોસ્ટ કરાયેલા આ ટ્વિટને 2.2 મિલિયનથી વધુ લાઇક મળ્યા છે.